ફાતિમા સના સાથે આ ખેલાડીઓને તક
એશિયા કપ માટે પાકિસ્તાને ફાતિમા સના ઉપરાંત આયશા ઝફર, ઈમાન નસિર, એમાન ફાતિમા, ગુલ ફિરોઝા, મોમિના રિયાસત, મુનીબા અલી સિદ્દીકી, નજિહા અલવી, નશરા સંધુ, સાદિયા ઈકબાલ, સાયરા જબીન, શવાલ ઝુલ્ફિકાર, તુબા હસન, ઉમ્મ-એ-હાની અને વહીદા અખ્તરને ટીમમાં સ્થાન આપ્યું છે.
ફાતિમા સના ઉપરાંત મુનીબા અલી, શવાલ ઝુલ્ફિકાર, આયશા ઝફર, ગુલ ફિરોઝા, સાયરા જબીન, એમાન ફાતિમા, ઈમાન નસિર, ઉમ્મ-એ-હાની, તુબા હસન, નશરા સંધુ અને મોમિના રિયાસત બંને ટૂર્નામેન્ટની ટીમમાં સામેલ છે.
એશિયન ગેમ્સ માટે પણ ફાતિમા જ કમાન સંભાળશે
એશિયન ગેમ્સ 2026 માટે પાકિસ્તાનની ટીમમાં પણ ફાતિમા સનાને કેપ્ટન બનાવવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ જાપાનના આઈચી-નાગોયામાં 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને મહિલા ક્રિકેટની મેડલ મેચો 22 સપ્ટેમ્બરે રમાશે. પાકિસ્તાન 17 સપ્ટેમ્બરે ક્વાર્ટર ફાઇનલમાં થાઈલેન્ડ સામે રમશે.
એશિયન ગેમ્સ માટેની ટીમમાં ફાતિમા સના, આલિયા રિયાઝ, આયશા ઝફર, ઈમાન નસિર, એમાન ફાતિમા, ગુલ ફિરોઝા, હુમના બિલાલ, મોમિના રિયાસત, મુનીબા અલી, નશરા સંધુ, સાયરા જબીન, શવાલ ઝુલ્ફિકાર, તસ્મિયા રૂબાબ, તુબા હસન અને ઉમ્મ-એ-હાનીનો સમાવેશ થાય છે.
શ્રીલંકા શ્રેણીમાંથી બહાર રહી હતી ફાતિમા
ફાતિમા સના ધ હન્ડ્રેડમાં વ્યસ્ત હોવાના કારણે શ્રીલંકા સામેની તાજેતરની ટી20 શ્રેણીમાં પાકિસ્તાનની ટીમનો ભાગ બની શકી નહોતી. હવે એશિયા કપ અને એશિયન ગેમ્સ જેવા મહત્વના ટૂર્નામેન્ટ પહેલાં તેની વાપસીથી પાકિસ્તાનની ટીમને અનુભવ અને નેતૃત્વ બંનેમાં ફાયદો થવાની અપેક્ષા છે.
પાકિસ્તાન એશિયન ગેમ્સમાં અગાઉ 2010 અને 2014માં મહિલા ક્રિકેટનું સુવર્ણ ચંદ્રક જીતી ચૂક્યું છે. જોકે 2022ની આવૃત્તિમાં ટીમ ચોથા સ્થાને રહી હતી.
Jaydeep Bhatt
એશિયન ગેમ્સ માટેની ટીમમાં ફાતિમા સના, આલિયા રિયાઝ, આયશા ઝફર, ઈમાન નસિર, એમાન ફાતિમા, ગુલ ફિરોઝા, હુમના બિલાલ, મોમિના રિયાસત, મુનીબા અલી, નશરા સંધુ, સાયરા જબીન, શવાલ ઝુલ્ફિકાર, તસ્મિયા રૂબાબ, તુબા હસન અને ઉમ્મ-એ-હાનીનો સમાવેશ થાય છે. શ્રીલંકા શ્રેણીમાંથી બહાર રહી હતી ફાતિમા