
Security Lapse At Delhi Airport Immigration: દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં એક ચોંકાવનારી અને ગંભીર ચૂક સામે આવી છે. ત્રણ ઇટાલિયન મુસાફરો અમ્રિતસરથી દિલ્હી પહોંચ્યા બાદ ફરજિયાત ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જ લુફ્થાન્સાની ફ્લાઇટ પકડીને જર્મનીના મ્યુનિક શહેર પહોંચી ગયા હતા. દેશની સુરક્ષા સાથે જોડાયેલી આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ તાકીદની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં કર્તવ્ય ભવન ખાતે બેઠક
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કાર્યાલય કર્તવ્ય ભવન ખાતે એક તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં:
સિવિલ એવિએશન મંત્રાલયના સેક્રેટરી અને એડિશનલ સેક્રેટરી,
ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર,
ગૃહ મંત્રાલયના વરિષ્ઠ સચિવો,
બ્યુરો ઓફ ઇમિગ્રેશન (BoI)ના કમિશનર,
એર ઇન્ડિયા ગ્રુપ હેડ,
દિલ્હી એરપોર્ટના CEO (DIAL) હાજર રહેશે.
अजून कोणतीही टिप्पणी नाही. पहिली टिप्पणी करणारे व्हा!