
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે એક કલાક સુધી ફોન પર વાતચીત થઈ. પુતિને ટ્રમ્પને ભરોસો આપ્યો કે રશિયાની યુરોપ સામે કોઈ આક્રમક યોજના નથી અને યુક્રેન યુદ્ધ અંગે પણ ચર્ચા થઈ. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ફોન પર મહત્વપૂર્ણ વાતચીત થઈ છે. બંને નેતાઓ વચ્ચે આશરે એક કલાક સુધી ચર્ચા ચાલી હતી. આ દરમિયાન યુક્રેન યુદ્ધ સહિત યુરોપની સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાતચીત થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. વાતચીત બાદ રશિયન પક્ષ તરફથી એવો સંદેશ આપવામાં આવ્યો કે રશિયાની યુરોપ વિરુદ્ધ કોઈ આક્રમક યોજના નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુરોપમાં રશિયાની આગામી વ્યૂહરચના અંગે સતત ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
યુરોપને લઈને પુતિને શું કહ્યું?
अजून कोणतीही टिप्पणी नाही. पहिली टिप्पणी करणारे व्हा!