Posted on 24 July 2026 | જયેશ જોષી | નેશનલ

બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહેલી 'ધુરંધર' હવે 2025ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'છાવા'નો રેકોર્ડ તોડવાની દહેલીજ પર પહોંચી ગઈ છે. ટ્રેડ વિશ્લેષકોના મતે ફિલ્મની સતત મજબૂત કમાણી અને દર્શકોનો સારો પ્રતિસાદ તેને વર્ષની સૌથી મોટી બ્લોકબસ્ટર બનાવવાની દિશામાં આગળ ધપાવી રહ્યો છે. જો હાલની ગતિ યથાવત્ રહેશે તો 'ધુરંધર' ટૂંક સમયમાં 'છાવા'ને પાછળ છોડી 2025ની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બનશે. ફિલ્મની સફળતાએ નિર્માતાઓ અને ટ્રેડ સર્કિટમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે.
Comments
Loading comments...