Posted on 19 September 2026 | રાકેશ ચૌધરી | હેલ્થ, પૉલિટિક્સ, નેશનલ, સુરત, દિલ્હી

દેશભરમાં કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ દવાઓની અછત વચ્ચે હવે તેમના ભાવમાં વધારાની શક્યતાએ દર્દીઓ અને તેમના પરિવારજનોની ચિંતા વધારી છે. કેન્દ્ર સરકારે કેન્સરની સારવારમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિન દવાઓના ભાવ વધારવા માટે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)ને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશની અનેક હોસ્પિટલોમાં આ બંને દવાઓના સપ્લાયમાં અવરોધ જોવા મળી રહ્યો છે. કેન્સરની સારવાર માટે આ દવાઓ અત્યંત મહત્વની માનવામાં આવે છે અને તેમની અછત દર્દીઓ માટે મોટી સમસ્યા બની શકે છે.
Cancer
ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ (DoP) દ્વારા એનપીપીએને લખાયેલા પત્રમાં ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડર (DPCO)ના પેરા 19 હેઠળ ભાવ વધારાની મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવાયું છે. આ જોગવાઈ હેઠળ સરકાર અને એનપીપીએને વિશેષ પરિસ્થિતિઓમાં જનહિતને ધ્યાનમાં રાખીને દવાઓની મહત્તમ અથવા રિટેલ કિંમતમાં ફેરફાર કરવાનો અધિકાર મળે છે. માહિતી અનુસાર, એનપીપીએ આગામી થોડા દિવસોમાં આ મુદ્દે અંતિમ નિર્ણય લઈ શકે છે. જો મંજૂરી આપવામાં આવશે તો સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનના ભાવમાં એક વખતનો વધારો થઈ શકે છે.
વધુ શોધો
ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ લાંબા સમયથી આ દવાઓના ભાવ વધારાની માંગ કરી રહ્યો હતો. કંપનીઓનું કહેવું છે કે વર્તમાન કિંમતો પર આ દવાઓનું ઉત્પાદન કરવું આર્થિક રીતે મુશ્કેલ બની રહ્યું છે. ઉત્પાદન ખર્ચમાં સતત વધારો થવાને કારણે સપ્લાય જાળવવામાં પણ પડકારો ઊભા થઈ રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સના સચિવ મનોજ જોશીએ તાજેતરમાં જણાવ્યું હતું કે સરકાર તમામ આવશ્યક દવાઓના ભાવમાં એકસાથે વધારો કરવાની તરફેણમાં નથી. જોકે કેટલાક એવા કિસ્સાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે જેમાં કાચા માલના ખર્ચમાં અસામાન્ય વધારો થયો છે.
તેમણે ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે કેન્સરની આ દવાઓના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા પ્લેટિનિયમના ભાવમાં છેલ્લા સમયગાળા દરમિયાન લગભગ 250 ટકા સુધીનો વધારો નોંધાયો છે. આ કારણે ઉત્પાદન ખર્ચ નોંધપાત્ર રીતે વધી ગયો છે અને તે અંગે સરકાર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિન કેન્સરની સારવારમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી કીમોથેરાપી દવાઓમાં સામેલ છે. ઓવેરિયન, સર્વાઇકલ, બ્રેસ્ટ, ફેફસાં, મોઢા, માથા અને ગરદનના કેન્સર ઉપરાંત બ્લેડર અને ટેસ્ટિક્યુલર કેન્સરની સારવારમાં આ દવાઓને ફર્સ્ટ લાઇન થેરાપી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ કારણે દવાઓની અછત અથવા ભાવમાં વધારો લાખો દર્દીઓ પર સીધી અસર કરી શકે છે. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે દર્દીઓને સારવારથી વંચિત ન રહેવું પડે અને દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચે સંતુલિત ઉકેલ શોધવો જરૂરી છે.
ખાંસીની દવા સહિત તમામ સિરપ હવે ડૉક્ટરની સલાહ બાદ જ મળશે, સિરપ માટે નવા નિયમો જાહેર
પેટ્રોલ-ડીઝલ બાદ હવે દવાઓ મોંઘી! 384 જીવન રક્ષક દવાઓના ભાવ વધી શકે
13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાનું AIIMSમાં નિધન, ઈચ્છામૃત્યુ બાદ અંતિમ શ્વાસ
સ્વચ્છતા અંગે નાગરિક ધર્મ
આપણા શહેરમાં પ્રતિદિન કચરો લેવા તંત્ર તરફથી કચરાગાડી નિયમિત આવે જ છે તો પણ અનેક સ્થળે કચરાના ઢગલા દૃશ્યમાન થાય છે. દા.ત. વિવેકાનંદ બ્રીજના નાકે, નવયુગ કોલેજ પાછળ, બી.એસ.એન.એલ.ની ઓફિસની બાજુમાં, કાદરશાની નાળ વગેરે અનેક સ્થળે નાગરિકો કચરાના ઢગલા કરતાં હોય છે. તંત્રે મોટી કચરાપેટી શા માટે ઉઠાવી લીધી એ પણ એક પ્રશ્ન છે. નાની કચરાપેટીમાં કચરો સમાતો જ નથી. રહેણાંક વિસ્તારમાં કોઇના ઘર સામે કચરો ઠાલવવો એ કેટલે અંશે યોગ્ય કહેવાય અને તે પણ કેરીની સીઝનમાં! ત્યાં વસતાં શહેરીજનોને દુર્ગંધ સહન કરવાની?
નાની કચરાપેટીમાંથી રખડતાં શ્વાન ખોરાકની શોધમાં અસ્તવ્યસ્ત કરી જાહેર રસ્તા પર કચરો ફેલાવે છે. તંત્રે બ્રીજ ઉપર જાળી લગાવી છે તો પ્રજાજનો જાળીમાં પ્લાસ્ટીકની કોથળી ફસાવી કચરો નદીમાં પધરાવવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે! નદીને માતા કહીએ તો આ રીતે દૂષિત કરવાનો શું હક છે પ્રજાજનોને? પક્ષીઓને ગાંઠિયાં નુકસાનકર્તા છે. તો પણ પુણ્યની શોધમાં બ્રીજ પર ગાંઠિયાનું સામ્રાજય ફેલાયેલું હોય છે! બધી ફરજ તંત્રની જ છે? એક સમજદાર નાગરિક તરીકે શહેરની સ્વચ્છતાની જવાબદારી પ્રત્યેક નાગરિકની નથી? સુરત – નેહા શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Comments
Loading comments...