Posted on 24 August 2026 | નીલેશ શાહ | ગુજરાત

Nakhatrana News: કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર નજીક એક અત્યંત દર્દનાક અકસ્માત સર્જાયો છે. એક મીની ટેમ્પોમાં રહેલી ડીઝલની ટાંકીમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થતાં ગંભીર દુર્ઘટના ઘટી હતી. આ ભયાનક ધડાકામાં બે માસૂમ બાળકો અને તેમના પિતા સહિત કુલ 4 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. એક જ પરિવારના સભ્યો હોવાની આશંકા વચ્ચે આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જડોદર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મીની ટેમ્પોમાં ડીઝલની ટાંકી ફાટતા જોરદાર બ્લાસ્ટ થયો. આ ભયાનક ધડાકામાં 2 માસૂમ બાળકો અને તેમના પિતા સહિત 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા. એક જ પરિવારના સભ્યો હોવાની આશંકા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Comments
Loading comments...