Posted on 25 September 2026 | ચિરંતના ભટ્ટ | સ્પોર્ટ્સ

Asian Games 2026 | એશિયન ગેમ્સ 2026માં ભારતીય રમતવીરોનું શાનદાર પ્રદર્શન સતત જારી છે. 25 સપ્ટેમ્બરે ભારતે શૂટિંગમાં વધુ એક સુવર્ણચંદ્રક મેળવ્યો છે, જ્યારે ટેબલ ટેનિસ અને સ્ક્વોશમાં પણ નવા મેડલ પાકા કરી લીધા છે. ભારતે અત્યાર સુધીમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત એકંદર 19 મેડલ પોતાના નામે કરી લીધા છે.
શૂટિંગમાં કમલજીત અને સુરૂચિએ જીત્યો ગોલ્ડ
10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટના ફાઇનલમાં કમલજીત અને સુરૂચિ સિંહની જોડીએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ફાઇનલમાં 484.6 પોઇન્ટના સ્કોર સાથે તેમણે દક્ષિણ કોરિયાની જોડીને 6.6 પોઇન્ટથી માત આપી હતી. એશિયન ગેમ્સ 2026માં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 148 રનથી હરાવીને દેશને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો.
એથ્લેટિક્સમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ
'મનીષ સિસોદિયા પર કોઈ આરોપ નથી લગાવ્યાં..' કોર્ટમાં CBIના દાવા સામે કેજરીવાલનો ઘટસ્ફોટ
એથ્લેટિક્સ ક્ષેત્રે પણ ભારતે બે મેડલ પ્રાપ્ત કર્યા છે. વિશાલ ટીકે, પૂવમ્મા, મનુ અને વિથ્યા રામરાજની ટીમે 3:14.46 નો સમય લઈને મિક્સ્ડ રિલે રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, 10,000 મીટર દોડમાં સીમાએ 32:50.05 ના સમય સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

વિવિધ રમતોમાં ભારતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન
શૂટિંગ: મિક્સ્ડ ટીમ સ્કીટમાં અનંતજીત નરુકા અને પરિનાજ ધાલીવાલે બ્રોન્ઝ જીત્યો. આ સિવાય પુરુષો અને મહિલાઓની સ્કીટ ટીમોએ પણ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા છે. 10 મીટર એર રાઇફલમાં હિમાંશુ ઢિલ્લોને સિલ્વર અને રુદ્રાંક્ષ પાટિલે બ્રોન્ઝ જીત્યો હતો.
વેઇટલિફ્ટિંગ અને વુશુ: મીરાબાઈ ચાનુંએ કુલ 198 કિગ્રા વજન ઊંચકીને પોતાનો પ્રથમ એશિયાર્ડ મેડલ (બ્રોન્ઝ) મેળવ્યો. વુશુમાં રોશિબિના દેવીએ મહિલાઓની સિંડા 60 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે
રોઇંગ અને એમએમએ (MMA): પુરુષોની ડબલ્સ સ્કલ્સમાં સતનામ સિંહ અને સલમાન ખાને બ્રોન્ઝ જીત્યો. જ્યારે ટ્રેડિશનલ 60 કિગ્રા એમએમએ ઇવેન્ટમાં સુચિકા તારિયાલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
સ્ક્વોશ અને ટેબલ ટેનિસમાં મેડલ પાકા
Comments
Loading comments...