Posted on 24 July 2026 | જયદીપ ભટ્ટ | નેશનલ, ઓપિનિયન, અમદાવાદ

બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી હવે રાજ્યની સૌથી ચર્ચિત રાજકીય લડાઈ બની ગઈ છે. એક તરફ વર્ષો સુધી ચૂંટણી વ્યૂહરચના ઘડનાર અને હવે સક્રિય રાજકારણમાં ઉતરેલા જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોર મેદાનમાં છે, તો બીજી તરફ ભાજપે પ્રથમવાર ચૂંટણી લડી રહેલા નીરજ કુમાર સિન્હા પર દાવ રમ્યો છે. મહત્વ નું છે કે પ્રથમ નજરે ભાજપનો ઉમેદવાર નવો લાગે છે, પરંતુ સ્થાનિક રાજકારણમાં તેમનો પ્રભાવ અને સંગઠનનું મજબૂત નેટવર્ક આ ચૂંટણીને અત્યંત રસપ્રદ બનાવી રહ્યું છે.આ પેટાચૂંટણી માત્ર એક બેઠક માટેની ચૂંટણી નથી, પરંતુ તેને બિહારની આગામી રાજકીય દિશા નક્કી કરતી લડાઈ તરીકે પણ જોવામાં આવી રહી છે. પ્રશાંત કિશોર માટે આ તેમની સક્રિય ચૂંટણી રાજનીતિની સૌથી મોટી કસોટી માનવામાં આવી રહી છે.
બાંકીપુર બેઠક કેમ છે ખાસ? બાંકીપુર વિધાનસભા બેઠક પટણાના સૌથી પ્રતિષ્ઠિત અને રાજકીય રીતે મહત્વપૂર્ણ વિસ્તારોમાંની એક છે. આ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષિત મતદારો, વેપારીઓ, સરકારી કર્મચારીઓ, મધ્યમવર્ગ અને પરંપરાગત રાજકીય મતદારોનું પ્રભુત્વ છે. લાંબા સમયથી આ બેઠક પર ભાજપનું મજબૂત પ્રભાવ રહ્યું છે. તેથી જન સુરાજ માટે આ બેઠક જીતવી સરળ માનવામાં આવતી નથી.
પ્રશાંત કિશોર માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન પ્રશાંત કિશોરે વર્ષો સુધી દેશના અનેક મોટા રાજકીય નેતાઓ અને પક્ષો માટે ચૂંટણી વ્યૂહરચના તૈયાર કરી હતી. હવે તેઓ પોતાની પાર્ટી જન સુરાજના બેનર હેઠળ પ્રથમવાર સીધી ચૂંટણી લડી રહ્યા છે.તેમણે બાંકીપુરમાંથી ઉમેદવારી નોંધાવી ત્યારથી સમગ્ર દેશનું ધ્યાન આ ચૂંટણી પર કેન્દ્રિત થયું છે. જો તેઓ જીતે છે તો બિહારમાં જન સુરાજને મોટી રાજકીય ઓળખ મળી શકે છે, જ્યારે પરાજય તેમની રાજકીય સફર માટે પડકારરૂપ બની શકે છે.
ભાજપે છેલ્લી ઘડીએ બદલ્યો ઉમેદવાર ચૂંટણીની શરૂઆતમાં ભાજપે અન્ય ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો હતો, પરંતુ વ્યક્તિગત કારણોસર ઉમેદવારી પાછી ખેંચવામાં આવતા પક્ષે છેલ્લી ઘડીએ નીરજ કુમાર સિન્હાને ઉમેદવાર જાહેર કર્યા.આ નિર્ણય બાદ ચૂંટણી વધુ રસપ્રદ બની ગઈ. વિરોધ પક્ષોએ ઉમેદવાર બદલવાના નિર્ણય પર પ્રશ્નો ઉઠાવ્યા, પરંતુ ભાજપે સંગઠનની એકતા અને જીતના વિશ્વાસ સાથે નવા ઉમેદવારને આગળ ધપાવ્યા.
Comments
Loading comments...