Posted on 24 July 2026 | રાકેશ ચૌધરી | નેશનલ, અમદાવાદ

પ્રથમવાર ચૂંટણી છતાં કેમ મજબૂત છે નીરજ સિન્હા? નીરજ કુમાર સિન્હા ભલે પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હોય, પરંતુ તેઓ લાંબા સમયથી ભાજપના સંગઠન સાથે જોડાયેલા છે અને સ્થાનિક સ્તરે તેમની ઓળખ મજબૂત હોવાનું પક્ષનો દાવો છે.ભાજપ માટે સૌથી મોટો આધાર તેનું મજબૂત સંગઠન, બૂથ સ્તરની તૈયારી અને પરંપરાગત મતબેંક છે. આ કારણે નવા ઉમેદવાર હોવા છતાં પક્ષ આત્મવિશ્વાસમાં દેખાઈ રહ્યો છે.
પ્રશાંત કિશોર સામે અનેક પડકાર પ્રશાંત કિશોર માટે આ ચૂંટણી માત્ર લોકપ્રિયતાની નથી, પરંતુ સંગઠનાત્મક શક્તિની પણ કસોટી છે.જન સુરાજ હજુ નવી પાર્ટી છે. ઘણા વિસ્તારોમાં તેની સંગઠનાત્મક હાજરી ભાજપ, જેડીયુ અથવા આરજેડી જેટલી મજબૂત નથી. એટલુજ નહિ ચૂંટણી દરમિયાન મતદારો સુધી પહોંચવું, બૂથ મેનેજમેન્ટ અને મતદાનના દિવસે કાર્યકરોની સક્રિયતા જેવી બાબતોમાં જન સુરાજને પડકારોનો સામનો કરવો પડી શકે છે.
પક્ષને ઝટકો પણ લાગ્યો ચૂંટણી પહેલા જન સુરાજને મોટો રાજકીય ફટકો પણ લાગ્યો હતો. પક્ષના કેટલાક અગ્રણીઓ ભાજપમાં જોડાયા હતા. આ ઘટનાએ ચૂંટણી પહેલાં રાજકીય ચર્ચા તેજ કરી દીધી હતી. સાથેજ ભાજપે તેને પોતાના પક્ષમાં વધતી લોકપ્રિયતાનું પ્રતીક ગણાવ્યું, જ્યારે જન સુરાજે તેને સામાન્ય રાજકીય ઘટના ગણાવી હતી.
સ્થાનિક મુદ્દાઓ રહેશે નિર્ણાયક બાંકીપુરમાં મતદારો માત્ર રાજકીય ચહેરાઓને નહીં, પરંતુ સ્થાનિક પ્રશ્નોને પણ મહત્વ આપી રહ્યા છે.વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા, રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા, ગટર વ્યવસ્થા, રોજગાર, શિક્ષણ, વેપારીઓના પ્રશ્નો અને શહેરી વિકાસ જેવા મુદ્દાઓ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.પ્રશાંત કિશોર વિકાસ અને નવી રાજકીય સંસ્કૃતિની વાત કરી રહ્યા છે, જ્યારે ભાજપ પોતાના વિકાસકાર્યો અને સંગઠનના અનુભવને મુખ્ય મુદ્દો બનાવી રહી છે.
ભાજપને પરંપરાગત મતબેંકનો વિશ્વાસ બાંકીપુર લાંબા સમયથી ભાજપનો ગઢ માનવામાં આવે છે. શહેરના મધ્યમવર્ગીય અને વેપારી વર્ગમાં પક્ષની મજબૂત પકડ હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે.આ ઉપરાંત ભાજપ પાસે અનુભવી કાર્યકરોનું વિશાળ નેટવર્ક છે, જે ચૂંટણીના અંતિમ તબક્કામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
Comments
Loading comments...