पोस्ट किया गया २६ સપ્ટેમ્બર, २०२६ | ભાવિન વ્યાસ | વેપાર

SIP AUM વધીને રૂા. ૧૮.૬૨ લાખ કરોડ, માસિક કલેક્શન રૂ. ૩૨,૨૯૭ કરોડ પહોંચ્યું, એકાઉન્ટ્સની સંખ્યા ૧૦.૭૫ કરોડને વટાવી ગઈ
અમદાવાદ : સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (સિપ)ના ઝડપી વિકાસ પર સવારી કરીને, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સતત વિસ્તરી રહ્યો છે. સિપ દ્વારા એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) ઓગસ્ટ ૨૦૨૬માં વાર્ષિક ાૃધોરણે ૨૩% વાૃધીને રૂા.૧૮.૬૨ લાખ કરોડ થઈ છે. ફ્રેન્કલિન ટેમ્પલટનના તાજેતરના અહેવાલ મુજબ, આ વૃદ્ધિને સતત મજબૂત સિપ ઇનફ્લો અને ખાતાઓની વાૃધતી સંખ્યા દ્વારા ટેકો મળ્યો હતો. વાૃધુમાં, ઇક્વિટી એસેટ્સમાં સિપનો હિસ્સો ૨ વર્ષની ટોચે પહોંચ્યો છે.
માસિક કુલ સિપ રોકાણ ઓગસ્ટમાં ૧૪% વધીને રૂ. ૩૨,૨૯૭ કરોડ થયું છે, જ્યારે સિપ એકાઉન્ટ્સની સંખ્યા ૧૨.૧% વાૃધીને ૧૦.૭૫ કરોડ થઈ છે. ઓગસ્ટ ૨૦૨૬ માં પૂરા થયેલા ૧૨ મહિનાના સમયગાળામાં કુલ સિપ રોકાણો પણ ૧૭% વધીને રૂા. ૩.૭૦ લાખ કરોડ થયા.
સિપ રોકાણોમાં સતત વધારાને કારણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત રોકાણોનો હિસ્સો પણ વધ્યો છે. કુલ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ એયુએમમાં સિપ એયુએમનો હિસ્સો ઓગસ્ટ ૨૦૨૬ માં ૩૦.૭% ની બે વર્ષની ટોચે પહોંચ્યો, જે ઓગસ્ટ ૨૦૨૪ માં ૨૭.૪% હતો.
કુલ ઇક્વિટી ફંડ રોકાણોમાં સિપ રોકાણોનો હિસ્સો પણ વધ્યો છે. ઓગસ્ટ ૨૦૨૬માં કુલ ઇક્વિટી રોકાણોમાં સિપ રોકાણોનો હિસ્સો વાૃધીને ૪૩% થયો, જે ઓગસ્ટ ૨૦૨૪ માં ૨૪% હતો. આ પણ બે વર્ષનો ઉચ્ચતમ સ્તર છે.
ડેટા દર્શાવે છે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે સિપ એક મહત્વપૂર્ણ વાહન બની રહ્યું છે. સિપ દ્વારા એયુએમ અને નિયમિત રોકાણ બંને સતત વધી રહ્યા છે.
ઓગસ્ટ ૨૦૨૬ માં માસિક કુલ સિપ રોકાણો ૧૪% વાૃધીને રૂા. રૂ. ૩૨,૨૯૭ કરોડ થયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં માસિક સિપ રોકાણો રૂ. ૧૯,૧૮૭ કરોડથી રૂા. વધીને રૂ. ૩૨,૨૯૭ કરોડ પહોંચ્યા છે.
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં વૃદ્ધિ સિપ સંબંિધત સંપત્તિઓ સુધી મર્યાદિત નહોતી. ઓગસ્ટ ૨૦૨૬માં, એકંદર મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ) ૧૫.૮% વાર્ષિક ધોરણે વધી.
આ સમયગાળા દરમિયાન, ઇક્વિટી અને હાઇબ્રિડ ફંડ્સના એયુએમમાં ૧૮.૫ ટકાનો વાૃધારો થયો હતો. દરમિયાન, પેસિવ ફંડ્સના એયુએમ માં વાર્ષિક ાૃધોરણે ૨૭.૨ ટકાનો વધારો થયો. કોમોડિટી-લિંક્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)માં પણ નોંાૃધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. આ સમયગાળા દરમિયાન, ગોલ્ડ ઈટીએફ ના એયુએમમાં ૨.૬ ગણો વધારો થયો, જ્યારે સિલ્વર ઈટીએફ ના એયુએમમાં ૩.૩ ગણો વધારો થયો.
NFOs દ્વારા એકત્ર કરાયેલી રકમ ૧૧ મહિનાની ઊંચી સપાટીએ
મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓએ ઓગસ્ટ ૨૦૨૬ માં નવા ફંડ ઓફરિંગ (એનએફઓ) દ્વારા પણ નોંાૃધપાત્ર રકમ એકત્ર કરી હતી. એનએફઓ દ્વારા કુલ રૂા. રૂ. ૭,૧૧૦ કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા, જે છેલ્લા ૧૧ મહિનામાં એક મહિનામાં એકત્ર કરાયેલી સૌથી વાૃધુ રકમ છે
SIPની વધતી ગતિ
SIP AUM :રૂ.૧૮.૬૨ લાખ કરોડ.વાર્ષિક ધોરણે ૨૩%નો વાૃધારો
માસિક કુલ SIP રોકાણ : રૂ. ૩૨,૨૯૭ કરોડ. વાષક ધોરણે ૧૪% નો વાૃધારો
SIP ખાતાઓની સંખ્યા :૧૦.૭૫ કરોડ. વાર્ષિક ધોરણે ૧૨.૧% નો વાૃધારો
૧૨ મહિનામાં કુલ SIP રોકાણ :રૂ. ૩.૭૦ લાખ કરોડ. ૧૭% વાષક વૃદ્ધિ.
टिप्पणियाँ
टिप्पणियाँ लोड हो रही हैं...