पोस्ट किया गया १४ ઑગસ્ટ, २०२६ | ભાવિન વ્યાસ | એન્ટરટેઇનમેન્ટ, પૉલિટિક્સ, રાજકોટ

બાળકે કંઈ માંગ્યું ન હતું અને કૂતરો તો કયાં બોલી શકે પણ મજૂરે પોતાની પાસેના રોટલાના ચાર ભાગ કર્યા. એક કૂતરાને આપ્યો, બીજો બાળકને પ્રેમથી ખવડાવ્યો. ત્રીજો પોતે ખાધો અને પાણી પીધું અને ચોથો ટુકડો જાળવીને કપડામાં વીંટાળી મૂક્યો.પેલો કંજૂસ અમીર માણસ આ જોતો હતો. તે મજૂર પાસે આવ્યો અને બોલ્યો, ‘મજૂર, તું મૂર્ખ છે. તારી પાસે માંડ એક સૂકો રોટલો હતો. તે પોતે ખાવાની જગ્યાએ તે આ બાળક અને કૂતરાને ખવડાવ્યો.પોતે ગરીબ છે, પૂરતું ખાવાનું નથી. તારી પાસે છતાં તું બીજાની મદદ કરવા નીકળ્યો છે.’ ગરીબ મજૂરે હસીને જવાબ આપ્યો, ‘‘સાહેબ, મારી પાસે કોઈ દોલત નથી, સાવ ગરીબ છું પણ દિલ મોટું છે અને જે પોતાની પાસે જે હોય તેમાંથી બીજાને કંઈ આપી શકે, જે બીજાના ચહેરા પર મુસ્કાન લાવી શકે તે સૌથી અમીર હોય છે.આ ચોથા ભાગનો રોટલો પણ મેં કોઈ ભૂખ્યાને આપવા સાચવી રાખ્યો છે.પોતા કરતાં પહેલાં બીજાનું વિચારે અને બીજાને મદદ કરે તે સાચો અમીર છે.’’
टिप्पणियाँ
टिप्पणियाँ लोड हो रही हैं...