पोस्ट केले ०५ ઑગસ્ટ, २०२६ | ભાવિન વ્યાસ | ગુજરાત, દિલ્હી

અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલના નામે તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે અલગ અલગ વ્યક્તિઓએ વાતચીત કરી તેમજ ફરિયાદીનો વિશ્વાસ કેળવવા માટે સિવિલ હોસ્પિટલના સહી-સિક્કાવાળું બનાવટી એમ્પ્લોય આઈ.ડી કાર્ડ, તેમજ ટેન્ડર ફોર્મ, પર્ચેસ ઓર્ડર જેવા બનાવટી ડોક્યુમેન્ટ મોકલી. ફરિયાદીની કંપનીને સિવિલ હોસ્પિટલમાં 2 હજાર ડિસ્પોઝેબલ બેગ આપવાનું કામ અપાવવાના નામે તેમની પાસેથી જુદી જુદી પ્રોસેસના નામે તથા Zed સર્ટિફિકેટ, CPCP સર્ટિફિકેટ, તેમજ GEM પોર્ટલમાં OEM સર્ટિફિકેટ, NSIC સર્ટિફિકેટ બનાવવાના નામે તથા જુદા જુદા ચાર્જના નામે 9.60 લાખ પડાવનાર ત્રણ આરોપીઓની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. સાયબર ક્રાઈમે રાહુલ શર્મા, વિપુલસિંહ તોમર અને અમન કુશવાહા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
આરોપી રાહુલ શર્મા આ સમગ્ર કાંડનો મુખ્ય આરોપી છે. જેમાં આ ગુનો કેવી રીતે કરવો તેનું આખું માળખું બનાવેલ હતું અને તેના માટે જરૂરી સિમકાર્ડ તથા બેંક ખાતાની વ્યવસ્થા આ આરોપીએ કરેલી હતી. તે જ ફરિયાદી સાથે સિવિલ હોસ્પિટલના પર્ચેસ ડિપાર્ટમેન્ટમાંથી રાજેશ રાવલના નામે વાતચીત કરતો હતો અને તેણે ફરિયાદીને તેઓને 2 હજાર ડિસ્પોઝેબલ બેગનો કોન્ટ્રાક્ટ મળેલ છે તેમ કહી તેના પોતાના નામના બેંક ખાતામાં રૂપિયા 2 લાખ 15 હજાર તથા સહ આરોપીના ખાતામાં રૂપિયા 7 લાખ 45 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. તેમજ ફરિયાદીનો વિશ્વાસ કેળવવા માટે સિવિલ હોસ્પિટલના સહી-સિક્કાવાળું આઈ.ડી કાર્ડ, તેમજ ટેન્ડર ફોર્મ, પર્ચેસ ઓર્ડર જેવા ડોક્યુમેન્ટ સિવિલ હોસ્પિટલના લેટર પેડ અને સહી-સિક્કા સાથેના લેટરો એ.આઈ.ની મદદથી બનાવટી રીતે બનાવી મોકલી આપેલ હતા. તેમજ ફરિયાદી સાથે ગુગલ મીટથી વાતચીત કરવા માટે સિવિલ હોસ્પિટલના નામનું બનાવટી ઈ-મેઈલ આઈ.ડી પણ બનાવેલ હતું. તેમજ ફરિયાદીની ઓફિસ સિવિલ હોસ્પિટલના કર્મચારી તરીકે રૂબરૂ મળવા પણ ગયેલ હતો.
टिप्पण्या
टिप्पण्या लोड होत आहेत...