पोस्ट केले २६ સપ્ટેમ્બર, २०२६ | મયુર પટેલ | એન્ટરટેઇનમેન્ટ

Govinda Defends Visiting Lalbaugcha Raja: બોલિવૂડ એક્ટર ગોવિંદા આજકાલ પોતાની પર્સનલ લાઇફને લઈને ભારે ચર્ચામાં છે. મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના પંડાલમાં પોતાની કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાની સ્વર્ણકાર સાથે બાપ્પાના દર્શને પહોંચ્યા બાદ તેને સોશિયલ મીડિયા પર લોકોની આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે આ સમગ્ર વિવાદ અને ટ્રોલિંગ પર ગોવિંદાએ પોતાનું મૌન તોડતાં આકરો પલટવાર કર્યો છે.
કોમલ રાની સાથે લાલબાગચા રાજા કેમ ગયા હતા?
તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં ગોવિંદાએ પોતાના જવા પર વાંધો ઉઠાવનારા લોકોને આડે હાથ લીધા હતા. તેણે સ્પષ્ટતા કરી કે તે ત્યાં માત્ર પોતાની આગામી ફિલ્મ 'રૂપા'ની સફળતા અને આશીર્વાદ લેવા માટે ગયો હતો, જેમાં કોમલ તેની સાથે કામ કરી રહી છે. ગોવિંદાએ દલીલ કરી હતી કે પોતાની કો-સ્ટાર સાથે કોઈ ધાર્મિક સ્થળે દર્શન કરવા જવું એ તેના માટે કોઈ નવી વાત નથી; આ પહેલાં તે પોતાની સુપરહિટ ફિલ્મો વખતે કરિશ્મા કપૂર અને રવીના ટંડન સાથે પણ બાપ્પાના દર્શને જઈ
ગોવિંદાએ રોષ વ્યક્ત કરતાં જણાવ્યું:
'મનીષ સિસોદિયા પર કોઈ આરોપ નથી લગાવ્યાં..' કોર્ટમાં CBIના દાવા સામે કેજરીવાલનો ઘટસ્ફોટ
"લોકો એવી રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે જાણે ખબર નહીં શું થઈ ગયું હોય… હું મારી ફિલ્મ 'રૂપા' માટે પ્રાર્થના કરવા ગયો હતો. આ પહેલાં હું કરિશ્મા સાથે ગયો હતો, તે મારા માટે ગુડ લક સાબિત થયું હતું અને ફિલ્મો હિટ રહી હતી. રવીના સાથે પણ ગયો હતો ત્યારે પણ ફિલ્મ હિટ ગઈ હતી. આ વખતે હું રાની સાથે ગયો છું. ખબર નહીં લોકોને શું તકલીફ છે? અમે મશહૂર થઈ રહ્યા છીએ તો તમને શું પરેશાની છે?"
પત્ની સુનીતા આહુજાએ કટાક્ષ કરતાં લગાવ્યા આક્ષેપ
કોમલ રાની સાથે ગોવિંદાના લાલબાગચા રાજાના દર્શન બાદ તેની પત્ની સુનીતા આહુજાએ પણ તીખો કટાક્ષ કર્યો હતો. સુનીતાએ પોતાના પાલતુ શ્વાન સાથે પેપરાઝી સમક્ષ વાત કરતાં કહ્યું હતું કે,
टिप्पण्या
टिप्पण्या लोड होत आहेत...