पोस्ट केले ०७ ઑગસ્ટ, २०२६ | જયેશ જોષી | એન્ટરટેઇનમેન્ટ, નેશનલ, રાજકોટ

ટ્રોફીની સાથે શ્રિયા કાલરાને 1 કરોડ રૂપિયાની ઇનામી રકમ પણ આપવામાં આવી છે. વિજેતા બનવાની જાહેરાત થતાં જ સોશિયલ મીડિયા પર ચાહકોએ તેમને શુભેચ્છાઓ આપવાનું શરૂ કરી દીધું હતું. ઘણા લોકોએ તેમની આ જીતને સંપૂર્ણપણે ડિઝર્વિંગ ગણાવી હતી.
ભાવુક ક્ષણો અને જ્યુરી દ્વારા નિર્ણયની પ્રક્રિયા
જ્યારે ફરાહ ખાન અને રિતેશ દેશમુખે શ્રિયાના નામની જાહેરાત કરી ત્યારે તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા. ટ્રોફી સ્વીકાર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, “આ મારા માટે સપનું સાકાર થવા જેવું છે.” ત્યારબાદ તેઓ પોતાની સાથી કન્ટેસ્ટન્ટ અને મિત્ર શિલ્પાને ભેટતા જોવા મળ્યા હતા.
આ શોના વિજેતાનો નિર્ણય 25 સભ્યોની જ્યુરી દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં મીડિયાના પ્રતિનિધિઓ, શોના ભૂતપૂર્વ સ્પર્ધકો અને એલિમિનેટ થયેલા સભ્યો સામેલ હતા.
શ્રિયા કાલરાને જ્યુરી અને ભૂતપૂર્વ સ્પર્ધકો તરફથી કુલ 23 વોટ મળ્યા હતા.
શિવાંગી જોશીને 16 વોટ મળ્યા હતા.
યોગેશ રાવત 2 વોટ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.
7 વોટના અંતરથી મળી મોટી જીત
યોગેશ રાવત ત્રીજા સ્થાને રહ્યા બાદ આખરી મુકાબલો શ્રિયા કાલરા અને શિવાંગી જોશી વચ્ચે થયો હતો. ટોપ-2 ફાઇનલિસ્ટ માટે બાકીના સભ્યો પાસે પણ વોટિંગ કરાવવામાં આવ્યું હતું. રિતેશ દેશમુખે વિગતો આપતા જણાવ્યું કે વિજેતા અને રનર-અપ વચ્ચે 7 વોટનું અંતર હતું, જે બાદ ફરાહ અને રિતેશે શ્રિયાને વિજેતા જાહેર કર્યા હતા.
વિજેતા બન્યા બાદ શ્રિયાએ કહ્યું કે તેમણે આ શો માટે માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે પોતાનું બધું જ આપી દીધું હતું. આ 1 કરોડ રૂપિયા તેમની કારકિર્દી અને જીવનમાં ખૂબ મદદરૂપ થશે. ફરાહ ખાને મજાકમાં અન્ય સ્પર્ધકોની માનસિક શાંતિ અંગે પૂછતાં શ્રિયાએ હસીને જવાબ આપ્યો હતો કે તેઓ જીતી ગયા છે એટલે બધાના થેરાપીનો ખર્ચ પોતે ઉઠાવશે.
टिप्पण्या
टिप्पण्या लोड होत आहेत...