पोस्ट केले २६ સપ્ટેમ્બર, २०२६ | હાર્દિક દેસાઈ | વિશ્વ

India UNGA reply to Pakistan: સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાષણ પર ભારતે આકરો પલટવાર કર્યો છે. ભારતીય પ્રતિનિધિએ પાકિસ્તાનને આડે હાથે લેતા ત્યાંની સરકારને 'સેનાનું, સેના દ્વારા અને સેના માટેનું શાસન' ગણાવી છે. આ સાથે જ આતંકવાદ, માનવાધિકારોના હનન અને અલ્પસંખ્યકોની સ્થિતિને લઈને પણ પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે.
9/11 અને ઓસામા બિન લાદેનનો મુદ્દો
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશનના ફર્સ્ટ સેક્રેટરી પેટલ ગેહલોતે ભારતના જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરતા જણાવ્યું કે, દુનિયાએ તાજેતરમાં જ 9/11ના આતંકવાદી હુમલાની 25મી વરસી જોઈ છે. તેમણે કડક શબ્દોમાં પ્રહાર કરતા જણાવ્યું કે, 'આ ભીષણ હુમલાનો માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેન પાકિસ્તાની સેનાની મુખ્ય એકેડમીની બિલકુલ નજીક આશ્રય લઈને રહેતો હતો અને આજે પાકિસ્તાનના પ્રતિનિધિઓએ તે જ સંસ્થા સામે પોતાનું સમર્થન અને ગૌરવ વ્યક્ત કર્યું છે.'
'ફોર્મ 47 સરકાર' અને સેનાનું વાસ્તવિક નિયંત્રણ
'મનીષ સિસોદિયા પર કોઈ આરોપ નથી લગાવ્યાં..' કોર્ટમાં CBIના દાવા સામે કેજરીવાલનો ઘટસ્ફોટ
ભારતીય રાજદૂતે પાકિસ્તાનની રાજનીતિ પર કટાક્ષ કરતા કહ્યું કે, 'ત્યાંના વડાપ્રધાન કે કઠપૂતળી નેતાઓ આવતા-જતા રહે છે, પરંતુ અસલી નિર્ણયો કોણ લે છે, તેનાથી આખી દુનિયા વાકેફ છે. આ શાસન 'સેનાનું, સેના દ્વારા અને સેના માટે' છે. પાકિસ્તાનમાં સામાન્ય જનતા અને વિપક્ષી પક્ષો વર્તમાન ગઠબંધન સરકારને 'ફોર્મ 47 સરકાર' કહે છે, કારણ કે ફેબ્રુઆરી 2024ના ચૂંટણી પરિણામોમાં કથિત રીતે ધાંધલ-ધમાલ કરીને જીત છીનવી લેવામાં આવી હતી.'
ઇશનિંદા કાયદો અને અલ્પસંખ્યકોની દયનીય સ્થિતિ
ધાર્મિક અસહિષ્ણુતા અને અલ્પસંખ્યકોના અધિકારો પર બોલતા પેટલ ગેહલોતે કહ્યું કે, 'જે દેશો પોતાના કઠોર 'ઇશનિંદા કાયદા' માટે જાણીતા છે, તેઓ આજે આ મંચ પર માનવાધિકારોનો ઉપદેશ આપી રહ્યા છે. દુનિયા સારી રીતે જાણે છે કે પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકો સાથે કેવું અમાનવીય વર્તન કરવામાં આવે છે. કોઈ પણ પવિત્ર ઉપદેશ આ સત્યને છુપાવી શકે નહીં.'
टिप्पण्या
टिप्पण्या लोड होत आहेत...