पोस्ट केले ०८ ઑગસ્ટ, २०२६ | મયુર પટેલ | વિશ્વ, ઓપિનિયન, રાજકોટ

વ્હાઇટ હાઉસમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પના વરિષ્ઠ સલાહકાર સ્ટીફન મિલરે જણાવ્યું કે હવે માત્ર બાળકને અમેરિકન નાગરિકતા અપાવવા માટે અમેરિકા આવતા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે “Birth Tourism” તરીકે ઓળખાતી પ્રથાને હવે પ્રતિબંધિત કરવામાં આવી છે અને આ હેતુ માટે કોઈપણ વિઝા આપવામાં નહીં આવે.
માત્ર બાળકને અમેરિકન નાગરિકતા અપાવવા માટે અમેરિકા આવતા વિદેશી દંપતી.
અમેરિકામાં કાર્યરત વિદેશી સરકારોના અધિકારીઓના બાળકો.
કાયદામાં “Alien Enemies” તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા લોકોના બાળકો.
આ ઉપરાંત, જો અમેરિકાની કોંગ્રેસ ભવિષ્યમાં કાયદામાં ફેરફાર કરશે તો અમેરિકાના કેટલાક પ્રદેશોમાં જન્મેલા બાળકોને આપમેળે મળતી નાગરિકતા પર પણ અસર પડી શકે છે.
આ પહેલાં ટ્રમ્પ પ્રશાસને જન્મથી મળતી નાગરિકતા પર નિયંત્રણ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમેરિકાની સુપ્રીમ કોર્ટે તે નિર્ણય સામે વાંધો ઉઠાવી અગાઉના આદેશને અમલી બનતા અટકાવ્યો હતો. ત્યારબાદ હવે ટ્રમ્પ પ્રશાસને નવા અને વધુ મર્યાદિત નિયમો રજૂ કર્યા છે.
ઇમિગ્રેશન કાયદાના નિષ્ણાતોના મતે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર સામે પણ ટૂંક સમયમાં અદાલતમાં પડકાર ઊભો થઈ શકે છે. જન્મથી મળતી નાગરિકતા અમેરિકાના બંધારણના 14મા સુધારા સાથે જોડાયેલ મુદ્દો હોવાથી આ મામલે ફરી લાંબી કાનૂની લડાઈ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમેરિકાના બંધારણના 14મા સુધારા મુજબ સામાન્ય રીતે અમેરિકાની ધરતી પર જન્મેલા લગભગ તમામ બાળકોને આપમેળે અમેરિકન નાગરિકતા મળે છે. હાલમાં માત્ર કેટલાક અપવાદો, જેમ કે વિદેશી રાજદૂતોના બાળકો, આ જોગવાઈથી બહાર રાખવામાં આવ્યા છે.
ટ્રમ્પનું માનવું છે કે આ જોગવાઈનો ઉપયોગ આધુનિક ઇમિગ્રેશન સિસ્ટમનો લાભ લેવા માટે થઈ રહ્યો છે, જ્યારે અનેક કાનૂની નિષ્ણાતો આ દલીલ સાથે અસહમત છે અને માને છે કે બંધારણમાં આપવામાં આવેલી નાગરિકતાની જોગવાઈને એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા મર્યાદિત કરી શકાતી નથી.
ટ્રમ્પ પ્રશાસનના નવા આદેશો અમલમાં આવે તે પહેલાં જ તેમના સામે કોર્ટમાં અરજી થવાની શક્યતા છે. હવે અમેરિકાની અદાલતો નક્કી કરશે કે આ નવા નિયમો બંધારણની જોગવાઈઓ સાથે સુસંગત છે કે નહીં. આ કેસ અમેરિકાની ઇમિગ્રેશન નીતિ અને જન્મથી મળતી નાગરિકતાના અધિકાર માટે મહત્વપૂર્ણ બની શકે છે.
टिप्पण्या
टिप्पण्या लोड होत आहेत...