पोस्ट केले २४ ઑગસ્ટ, २०२६ | કિરણ પટેલ | હેલ્થ, વિશ્વ

Limit screens, boost child growth: આજના ડિજિટલ યુગમાં સ્ક્રીન ટાઈમ (મોબાઈલ, લેપટોપ અથવા ટીવી) દરેક ઉંમરના લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો બની ગયો છે. તાજેતરના અભ્યાસોએ એક અત્યંત ચોંકાવનારી ચેતવણી આપી છે કે, નાના બાળકોને મોબાઈલ આપવો એ તેમના જીવન સાથે રમવા સમાન છે, પરંતુ તેનાથી પણ વધુ ખતરનાક માતા-પિતાની પોતાની ફોન વાપરવાની આદત છે. બાળકોની સામે સતત મોબાઈલ કે લેપટોપનો ઉપયોગ તેમની ભાષા શીખવાની અને બોલવાની ક્ષમતા પર સીધી અને નકારાત્મક અસર કરે છે. ચાલો વિગતે સમજીએ કે માતા-પિતાની આ આદત બાળકોના વિકાસને કેવી રીતે અવરોધે છે.
સમસ્યા માત્ર બાળકના હાથમાં રહેલો ફોન નથી
આપણે વારંવાર બાળકોના હાથમાંથી ફોન છીનવી લઈએ છીએ, પરંતુ નિષ્ણાતો કહે છે કે મૂળ સમસ્યા માતા-પિતાના હાથમાં રહેલી સ્ક્રીન છે.
જ્યારે માતા-પિતા ફોનમાં વ્યસ્ત હોય છે, ત્યારે બાળકો સાથેની રોજેરોજની નાની-નાની વાતચીતો અને આદાન-પ્રદાન નોંધપાત્ર રીતે ઘટી જાય છે.
બાળકો સ્વભાવે જિજ્ઞાસુ હોય છે, પરંતુ મોબાઇલમાં વ્યસ્ત રહેતા માતા-પિતા તેમના સવાલોના ખૂબ ટૂંકા જવાબો આપે છે, જેનાથી બાળક પુસ્તકો વાંચવા કે નવી વસ્તુઓ શીખવાને બદલે પોતે પણ મોબાઈલ તરફ આકર્ષાય છે.
આ જ રોજિંદી વાતચીતો દ્વારા બાળક નવા શબ્દો સાંભળે છે, તેના અર્થ સમજે છે અને યોગ્ય સમયે ભાષાનો ઉપયોગ કરતા શીખે છે, જે ફોનના કારણે છીનવાઈ જાય છે.
નોર્વે અને ઓસ્લો યુનિવર્સિટીનો વિસ્તૃત અભ્યાસ
'મનીષ સિસોદિયા પર કોઈ આરોપ નથી લગાવ્યાં..' કોર્ટમાં CBIના દાવા સામે કેજરીવાલનો ઘટસ્ફોટ
આ મુદ્દાને વધુ ગંભીરતાથી સમજવા માટે 'જામા પિડિયાટ્રિક' જર્નલમાં એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં ચોક્કસ આંકડાઓ સાથે આ બાબત સાબિત થઈ છે.
નોર્વેની યુનિવર્સિટી ઓફ ઓસ્લોના સંશોધકોએ આ અભ્યાસમાં 747 બાળકોને સામેલ કર્યા હતા અને તેમને 5 વર્ષની ઉંમરથી લઈને તેમના 8મા જન્મદિવસ સુધી સતત ફોલો કરવામાં આવ્યા હતા.
અભ્યાસમાં સામે આવ્યું કે જે માતા-પિતા રોજ લગભગ 4 કલાક પોતાના ફોનમાં વ્યસ્ત રહેતા હતા, તેમના બાળકોના ભાષાકીય ટેસ્ટના સ્કોર, રોજ માત્ર 1 કલાક ફોન વાપરતા માતા-પિતાના બાળકોની સરખામણીમાં 2.5 પોઈન્ટ ઓછા હતા.
સ્માર્ટફોન અને ટેબ્લેટ માતા-પિતાનું ધ્યાન ભટકાવે છે, જેથી જે શબ્દો બાળકોએ સમયસર શીખી જવા જોઈએ, તેને સમજવામાં અને બોલવામાં તેઓ વધુ સમય લે છે.
નિષ્ણાતોની ચેતવણી અને ગંભીર અસરો
અભ્યાસના મુખ્ય લેખિકા ડો. જુનયી યાંગ સ્પષ્ટપણે જણાવે છે કે પરિવારમાં વધુ પડતો સ્ક્રીન ટાઈમ એ બાળકોની ભાષા વિકસાવતી પ્રવૃત્તિઓ (જેમ કે સાથે મળીને પુસ્તક વાંચવું અને વાર્તાઓ સાંભળવી)નું સ્થાન લઈ લે છે.
આંકડાઓ મુજબ, 2 વર્ષની ઉંમરે રોજ લગભગ 5 કલાક સ્ક્રીન જોતા બાળકો, દિવસમાં 1 કલાકથી ઓછો સમય સ્ક્રીન જોતા બાળકોની તુલનામાં ખૂબ જ ઓછા શબ્દો બોલી શકતા હતા.
હાલની સ્થિતિએ, નાના બાળકોમાં સ્ક્રીનનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. લગભગ 98% બાળકો (જેમની ઉંમર 2 વર્ષ છે) રોજેરોજ સ્ક્રીન જુએ છે, જે બૌદ્ધિક વિકાસ માટે અત્યંત હાનિકારક છે.
માતા-પિતાનો ફોન પર જેટલો વધુ સમય પસાર થાય છે, બાળકો પણ એટલો જ વધુ સમય સ્ક્રીન સામે વિતાવે છે.
ઈંગ્લેન્ડ સરકારની ગાઈડલાઈન અને મગજનો વિકાસ
બાળકના શરૂઆતના વર્ષોમાં તેમની સાથે થતી વાતચીત તેમના ભવિષ્યનો પાયો નાખે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો હંમેશા આ વાત પર ભાર મૂકે છે.
માનવ મગજનો લગભગ 90% વિકાસ 5 વર્ષની ઉંમર સુધીમાં જ થઈ જાય છે. તેથી, આ સમયગાળામાં વાર્તા સાંભળવી, સવાલ-જવાબ કરવા અને માતા-પિતાનું સંપૂર્ણ ધ્યાન મળવું અતિ આવશ્યક છે.
આ વર્ષની શરૂઆતમાં જ ઈંગ્લેન્ડ સરકારે પણ ચેતવણી જારી કરી હતી કે વધુ પડતું ટીવી જોવાથી નાના બાળકોની બોલવાની ક્ષમતા પ્રભાવિત થાય છે.
સરકારી ગાઈડલાઈન મુજબ, 2થી 5 વર્ષની ઉંમરના બાળકોનો સ્ક્રીન ટાઈમ દિવસમાં કોઈ પણ સંજોગોમાં 1 કલાકથી વધુ ન હોવો જોઈએ.
टिप्पण्या
टिप्पण्या लोड होत आहेत...