पोस्ट केले २० ઑગસ્ટ, २०२६ | કિરણ પટેલ | સુરત, ગુજરાત, સુરત

આ પ્રતિબંધ હેઠળ લોકોને દરિયા કિનારે ફરવા જવાની તેમજ દરિયાના પાણીમાં ઉતરવાની સંપૂર્ણ મનાઈ રહેશે. ચોમાસા દરમિયાન દરિયામાં પાણીનો પ્રવાહ અને મોજાં અચાનક વધી જતા અકસ્માતની શક્યતા રહેતી હોવાથી તંત્ર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેરનામાનું પાલન કરે અને બીચ વિસ્તાર તરફ જવાનું ટાળે. ખાસ કરીને ભારે વરસાદ દરમિયાન દરિયાકાંઠે જવું જોખમી સાબિત થઈ શકે છે.
પોલીસ તંત્રએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર અથવા પ્રતિબંધનો ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને જરૂરી કામ સિવાય દરિયાકાંઠાના વિસ્તારમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં નાગરિકોએ સાવચેતી રાખવી, વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવું અને અફવાઓથી દૂર રહેવું જરૂરી છે.
टिप्पण्या
टिप्पण्या लोड होत आहेत...