पोस्ट केले १५ સપ્ટેમ્બર, २०२६ | ચિરંતના ભટ્ટ | વેપાર

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા, જે અંગ્રેજીમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન કહેવાય છે અને ઇસરો(ISRO)ના ટૂંકા નામે ઓળખાય છે તે આપણા દેશને વિશ્વભરમાં ગૌરવ અપાવનાર સંસ્થા છે. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ દેશની સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી જે દીર્ઘદષ્ટિપૂર્ણ પગલાઓ ભર્યા તેમાનું એક હતું ભારતમાં અવકાશ સંશોધન પ્રવૃતિઓની શરૂઆત કરાવવાનું. સદભાગ્યે તે સમયે આપણા ગુજરાતી એવા ડો. વિક્રમ સારાભાઇ જેવા બાહોશ અવકાશ વિજ્ઞાની વિદ્યમાન હતા. દેશમાં અવકાશ સંશોધન પ્રવૃતિઓ શરૂ થઇ. વિક્રમ સારાભાઇના સૂચનથી ઇન્કોસ્પાર સંસ્થા ૧૯૬૨માં શરૂ થઇ. બાદમાં ઇન્દિરા ગાંધીના વડાપ્રધાનપદ દરમ્યાન ઇન્કોસ્પાર ઇસરોમાં ફેરવાઇ. ૧૯૭૨માં સરકારમાં અવકાશ વિભાગની રચના કરવામાં આવી અને ઇસરોને આ વિભાગના નેજા હેઠળ મૂકવામાં આવી.
South Asians & Diaspora
ઇસરોએ ત્યારબાદ તો ભારે આગેકૂચ કરવા માંડી અને તેની ક્ષમતાઓનો અદભૂત વિકાસ થયો. આજે તો ઇસરો એક વિશ્વ કક્ષાની સંસ્થા બની ચુકી છે તથા વિશ્વના અનેક વિકસીત દેશોના ઉપગ્રહો પણ તેણે વેપારી ધોરણે અવકાશમાં ચડાવી આપ્યા છે. તેણે કેટલીક નિષ્ફળતાઓનો પણ સામનો કરવો પડ્યો છે પણ તેની સિદ્ધીઓનો ગ્રાફ ખૂબ ઉંચો રહ્યો છે. આ સંસ્થાનું ખાનગીકરણ કરવામાં આવશે તેવી ચર્ચાઓ અને અટકળોએ હાલ અવકાશપ્રેમીઓમાં ચિંતા જન્માવી હતી પણ સદભાગ્યે ઇસરોના વડાએ સ્પષ્ટતા કરી દીધી છે કે આ સંસ્થાનું ખાનગીકરણ નહીં કરવામાં આવે. અલબત્ત, તેની કેટલીક કામગીરીઓ ખાનગી ઉદ્યોગોને સોંપવામાં આવશે.
Dictionaries & Encyclopedias
અમેરિકી અવકાશ સંસ્થા – નાસા – એ ફેડરલ સરકાર સાથે સંકળાયેલી સ્વાયત્ત એજન્સી છે જ્યારે તેનાથી કંઇક અલગ ઈસરો એ ભારત સરકારના અંતરિક્ષ વિભાગ હેઠળ કાર્યરત સંપૂર્ણપણે સરકારી માલિકીની સંસ્થા છે. ISRO સીધેસીધું અંતરિક્ષ વિભાગને રિપોર્ટ કરે છે, જે ભારતના વડાપ્રધાન પ્રત્યે જવાબદાર છે. ISRO ના અધ્યક્ષ અંતરિક્ષ વિભાગ માટે ભારત સરકારના સચિવ તરીકે પણ સેવા આપે છે અને સ્પેસ કમિશનનું નેતૃત્વ કરે છે. આ ઇસરોના ખાનગીકરણની અટકળોએ ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACe)ના ચેરપર્સન પવન ગોએન્કા દ્વારા ૨૧ ઓગસ્ટે કરવામાં આવેલી ટિપ્પણીઓ પછી વેગ પકડ્યો હોવાનું કહેવાય છે.
તેમણે ઇસરોની મહત્વની કેટલીક કામગીરીઓ ખાનગી ઉદ્યોગોને સોંપી દેવાની વાત કરી હતી. આ બાબતે ચિંતીત થયેલા ઇસરોના નવ કર્મચારી મંડળોએ ઇસરોના વડાને પત્ર લખીને આ બાબતે પોતાનો સખત વિરોધ વ્યક્ત કર્યો. ૪ સપ્ટેમ્બરના રોજ લખવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે, ચોક્કસ વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં ખાનગી ભાગીદારી એ મજબૂત અને જાહેર માલિકીના ઇસરો (ISRO) ની સાથે સાથે અસ્તિત્વમાં રહી શકે છે.
પરંતુ જે બાબત ચર્ચા વગર સ્વીકારી શકાય નહીં તે એવી નીતિ છે જે ઇસરોને માત્ર એક રિસર્ચ અને ડેવલપમેન્ટ (R&D) બુટિક સુધી સીમિત કરી દે, જ્યારે દેશના લોંચ વ્હીકલ્સનું નિર્માણ અને તેના લોંચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન સરકારી હાથમાંથી બહાર જતું રહે. પત્રમાં ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACe)ના ચેરપર્સન પવન ગોએન્કા દ્વારા ૨૧ ઓગસ્ટે કરવામાં આવેલી ટિપ્પણીઓ તરફ પણ ઈશારો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, IN-SPACe ગેર-સરકારી સંસ્થાઓની વિવિધ અવકાશ પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત, સક્ષમ અને અધિકૃત કરે છે.
વધુ શોધો
Travel Guides & Travelogues
સમાચાર વિશ્લેષણ સેવા
History
ગોએન્કાએ એક જાહેર કાર્યક્રમમાં કથિત રીતે કહ્યું હતું કે, છેવટે, ઇસરો કોઈ લોંચ વ્હીકલ બનાવશે નહીં અને કોઈ લોંચ વ્હીકલનું ઉત્પાદન પણ કરશે નહીં. આ બધું ખાનગી ક્ષેત્ર અથવા પબ્લિક સેક્ટર અંડરટેકિંગ (PSU) દ્વારા કરવામાં આવશે. કર્મચારી મંડળોએ દાવો કર્યો હતો કે આ ટિપ્પણીઓ સાથે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ તરફથી મંજૂર કરાયેલી નીતિ, તેના કાનૂની અને વહીવટી આધાર, તેના તબક્કાવાર અમલીકરણ અથવા હાલના કર્મચારીઓ અને ભવિષ્યની સરકારી ભરતી પર તેની અસરો અંગે સ્પષ્ટતા કરતો કોઈ સત્તાવાર સંદેશ વ્યવહાર નથી. પત્રમાં કહેવામાં આવ્યું કે, “ઇસરો દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી એ રાષ્ટ્રીય સંપત્તિ છે.
તેનું સ્થાનાંતરણ પારદર્શક, જવાબદારીપૂર્વકનું અને વ્યૂહાત્મક, સુરક્ષા અને રોજગારના પાસાઓને ધ્યાનમાં રાખીને થવું જોઈએ — ન કે કર્મચારીઓ સામે સમાચાર પત્રોના અહેવાલો દ્વારા રજૂ કરવામાં આવે.” આ પત્રમાં અન્ય કેટલીક ચિંતાઓ પણ ઉઠાવવામાં આવી હતી જેમાં PSLV, LVM3, SSLV અને ભવિષ્યના રોકેટ્સની ડિઝાઇન, વિકાસ, નિર્માણ, સંકલન (ઇન્ટિગ્રેશન), ટેસ્ટિંગ અને લોન્ચિંગની કામગીરી ઇસરોના કાર્યો તરીકે ચાલુ રહેશે કે બંધ થઈ જશે, તે અંગે પ્રશ્નો સમાવિષ્ટ હતા.
રાષ્ટ્રીય સમાચાર
ઇસરોના કર્મચારીઓએ કદાચ પોતાની અંગત ચિંતાઓથી પણ પ્રેરાઇને આ ખાનગીકરણની કથિત હિલચાલનો વિરોધ કર્યો હશે પરંતુ આ બાબત અવકાશપ્રેમીઓ અને સંરક્ષણ વગેરે બાબતોની ખેવના ધરાવનારાઓ માટે પણ ચિંતાજનક હતી. વિશ્વના લગભગ તમામ અગ્રણી દેશોની અવકાશ સંસ્થાઓ સરકારી અથવા તો સરકારના નેજા હેઠળ જ કામ કરે છે. અવકાશ સંસ્થા સાથે ગોપનીયતા, સુરક્ષા વગેરેના પ્રશ્નો પણ સંકળાયેલા હોય છે. સદભાગ્યે ઇસરોના વડાએ આ સંસ્થાના ખાનગીકરણની અટકળો ફગાવી દીધી છે તે એક રાહતની વાત છે. અમુક બિનસંવેદનશીલ બાબતો ભલે ખાનગી ઉદ્યોગોને સોંપવામાં આવે પરંતુ કુલ એકંદર તો ઇસરો સરકારના નેજા હેઠળ જ રહેવી જોઇએ.
टिप्पण्या
टिप्पण्या लोड होत आहेत...