પ્રકાશિત ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ | શ્રેયસ યાદવ | નેશનલ, દિલ્હી

Security Lapse At Delhi Airport Immigration: દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં એક ચોંકાવનારી અને ગંભીર ચૂક સામે આવી છે. ત્રણ ઇટાલિયન મુસાફરો અમ્રિતસરથી દિલ્હી પહોંચ્યા બાદ ફરજિયાત ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર જ લુફ્થાન્સાની ફ્લાઇટ પકડીને જર્મનીના મ્યુનિક શહેર પહોંચી ગયા હતા. દેશની સુરક્ષા સાથે જોડાયેલી આ ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ તાકીદની ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.
ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં કર્તવ્ય ભવન ખાતે બેઠક
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કાર્યાલય કર્તવ્ય ભવન ખાતે એક તાકીદની બેઠક બોલાવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં:
સિવિલ એવિએશન મંત્રાલયના સેક્રેટરી અને એડિશનલ સેક્રેટરી,
ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટર,
ગૃહ મંત્રાલયના વરિષ્ઠ સચિવો,
બ્યુરો ઓફ ઇમિગ્રેશન (BoI)ના કમિશનર,
એર ઇન્ડિયા ગ્રુપ હેડ,
દિલ્હી એરપોર્ટના CEO (DIAL) હાજર રહેશે.
4 સપ્ટેમ્બરે બની ઘટના: એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ
'મનીષ સિસોદિયા પર કોઈ આરોપ નથી લગાવ્યાં..' કોર્ટમાં CBIના દાવા સામે કેજરીવાલનો ઘટસ્ફોટ
આ સમગ્ર ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની દરમિયાનગીરી બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA)એ 12 સપ્ટેમ્બરે એર ઇન્ડિયાને કારણદર્શક નોટિસ પાઠવી હતી. જોકે, એર ઇન્ડિયા તરફથી આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કે જવાબ રજૂ કરવામાં આવ્યો નથી.
અમ્રિતસરથી શરૂ થઈ ભૂલ: 'I-to-I' ટ્રાન્સફરમાં મોકલી દેવાયા મુસાફરો
સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરક્ષામાં આ ચૂક અમ્રિતસર એરપોર્ટ પર થયેલી ગેરસમજથી શરૂ થઈ હતી. આ ત્રણેય ઇટાલિયન નાગરિકોને અમ્રિતસર એરપોર્ટ પરથી જ દિલ્હી માટે તેમજ આગળ લુફ્થાન્સાની મ્યુનિક ફ્લાઇટ એમ બંને બોર્ડિંગ પાસ એકસાથે ઇશ્યૂ કરી દેવામાં આવ્યા હતા. સામાન્ય નિયમ મુજબ આ મુસાફરોએ દિલ્હી એરપોર્ટ પર પહોંચીને ભારતમાંથી એક્ઝિટનું ફરજિયાત ઇમિગ્રેશન ક્લિયરન્સ મેળવવાનું હતું.
ટિપ્પણીઓ
ટિપ્પણીઓ લોડ થઈ રહી છે...