પ્રકાશિત ૦૧ ઑક્ટોબર, ૨૦૨૬ | કિરણ પટેલ | નેશનલ, અમદાવાદ

Ahmedabad Serial Blasts: વર્ષ 2008માં અમદાવાદ સીરિયલ બ્લાસ્ટ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે મૃત્યુદંડની સજા પામેલા દોષિત અહેમદ બાવા ઉર્ફે અબ્બુ અબુબકર બરેલવીની અરજી પર રાજ્ય સરકારને નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે. આ ઉપરાંત તેની ફાંસીની સજાના અમલ પર રોક (સ્ટે) લગાવી દીધી છે. અહેમદ બાવાએ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેને દોષિત ઠેરવવા અને ફાંસીની સજા બહાલ રાખવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
સુપ્રીમ કોર્ટ કાનૂની આધારો પર સુનાવણી કરશે
જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે આ મામલે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન દોષિતના વકીલે દલીલ કરી હતી કે અરજદારને માત્ર કાવતરાના આધારે જ દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ દલીલો ધ્યાને લઈ સુપ્રીમ કોર્ટે આ કેસમાં ગુજરાત સરકારને નોટિસ જાહેર કરીને ફાંસી પર રોક લગાવી દીધી. આ સુનાવણી દરમિયાન કેસ સંબંધિત દસ્તાવેજોના અનુવાદનો વિષય પણ સામે આવ્યો હતો. બચાવ પક્ષના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ટ્રાયલ કોર્ટના મોટાભાગના દસ્તાવેજો સ્થાનિક ભાષામાં છે. તેથી ગુજરાત હાઇકોર્ટના નિર્ણય અને સંબંધિત કાગળોનો અનુવાદ પૂરો પાડવા માટે પણ અલગથી અરજી દાખલ કરવામાં આવી છે.
38 દોષિતોની ફાંસીની સજા
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં સાતમી જુલાઈએ 2026ના રોજ ગુજરાત હાઇકોર્ટે દેશનો સૌથી મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે વર્ષ 2022માં સ્પેશિયલ કોર્ટ (સિટી સેશન્સ કોર્ટ) દ્વારા સંભળાવવામાં આવેલી તમામ સજાઓને માન્ય રાખીને 38 આતંકીઓની ફાંસીની સજા અને 11 દોષિતોને અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સજા યથાવત્ રાખવાનો આદેશ આપ્યો હતો.
•જાહિદ ઉર્ફે જાવેદ કુતુબુદ્દીન શેખ
•ઇમરાન ઇબ્રાહિમ શેખ
•ઇકબાલ ઉર્ફે ઇકરાર કાસમ શેખ
•શમ્સુદ્દીન ઉર્ફે શમ્સુ શહાબુદ્દીન શેખ
ટિપ્પણીઓ
ટિપ્પણીઓ લોડ થઈ રહી છે...