પ્રકાશિત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬ | અંકિત ત્રિવેદી | ગુજરાત

INDIA Bloc Protest Live Updates: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે ફરી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. 'I.N.D.I.A ગઠબંધન દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી માર્ચ કાઢવાની જાહેરાત કરવામાં આવી છે, જોકે મુખ્ય ન્યાયાધીશ (CJI) એ વિપક્ષી સાંસદોની અરજી ફગાવી દીધી છે. આ દરમિયાન રાહુલ ગાંધી અને અન્ય દિગ્ગજ નેતાઓએ સરકાર વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. બારાખંડા રોડથી આ કૂચની શરૂઆત થઇ ચૂકી છે. રાહુલ ગાંધી સહિતના ઈન્ડિયા ગઠબંધનના નેતાઓ બસમાં સવાર થઈ ચૂક્યા છે. તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચશે અને રિટ પિટિશન ફાઈલ કરશે.
અત્યાર સુધીની તમામ મહત્ત્વની લાઈવ અપડેટ્સ:
દિલ્હીમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા
દિલ્હીના હૃદયસમા બારાખંભા રોડ પર દેશભરમાંથી પહોંચેલા કાર્યકરોનો વિશાળ જમાવડો જોવા મળી રહ્યો છે, જ્યારે કેન્દ્ર સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ભારે સંખ્યામાં સુરક્ષા દળો ખડકી દીધા છે.
CJI સૂર્યકાંતે અરજી નકારી, છતાં વિપક્ષ અડગ
આ વિરોધ કૂચ પહેલાં મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે I.N.D.I.A. બ્લોકના સાંસદોની અરજી/વિનંતીને અસ્વીકાર કરી દીધી હતી. જોકે, આ નકાર છતાં કોંગ્રેસે પીછેહઠ કરવાને બદલે સામાન્ય જનતા અને કાર્યકરોને માર્ચમાં જોડાવા ખુલ્લી અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અને વિપક્ષના તમામ સાંસદો સુપ્રીમ કોર્ટ જશે અને ચૂંટણી પ્રક્રિયા સામે વિધિવત અરજી દાખલ કરશે.
ટિપ્પણીઓ
ટિપ્પણીઓ લોડ થઈ રહી છે...