
પ્રાપ્ત માહિતી અનુસાર, ઈ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને હાલ વિક્ટોરિયા બીટમાં તહેનાત રાહુલ પટણી સોમવારે બપોરના સમયે સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પાછળના ગેટ પાસે ટ્રાફિક નિયમનનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન રાયખડ ચાર રસ્તા તરફથી જુમ્મા મસ્જિદ તરફ જઈ રહેલી રિક્ષાને રાહુલે રોકવાનો પ્રયત્ન કર્યો હતો. રિક્ષા ઊભી રાખવાના બદલે ચાલકે સીધી જવાનના હાથ સાથે અથડાવી દેતા કાચ તૂટ્યો હતો.
No comments yet. Be the first to comment!