સુરત શહેરમાં રીક્ષાની સવલત ઉત્તમ કક્ષાની છે. તેમાંય-રીક્ષા ઓછા ખર્ચે ગંતવ્ય સ્થાને પહોંચાડે છે. એ માટે રીક્ષા ચાલક બંધુઓનો આભાર વ્યક્ત કરવો જ રહ્યો! પરંતુ જે રીતે પ્રવાસીઓની શોધમાં ગમે ત્યાં રીક્ષા ઊભી રાખે એ કેટલે અંશે યોગ્ય કહેવાય? પાછળથી આવતા વાહનો એ અચાનક બ્રેક મારીને ઊભા રહી જવુ પડે, નહીં તો અકસ્માત સર્જાય! પાછળથી આવતા વાહનચાલકોને ખબર નથી હોતી કે અચાનક આગળ રીક્ષા ઊભી રહી જશે! અયોગ્ય રીતે ઊભા રહીને બીજા વાહનચાલકોને મુશ્કેલીમાં મૂકી દેવા સંપૂર્ણપણે અયોગ્ય કહેવાય. વાહન અથડાય એટલે કકળાટ ઉપસ્થિત થાય, અન્ય રીક્ષા ચાલક ભાઈઓ રીક્ષાવાળા ભાઈની તરફેણ કરવા પહોંચી જ જાય! રીક્ષામાં ત્રણ-ચાર વ્યક્તિની બેઠક જ હોય, આગળ ચાલકની બાજુમાં પણ બીજી બે વ્યક્તિ બેઠી હોય તો પણ અન્ય ને બેસાડવા માટે રીક્ષા ચાલક ભાઈ અચાનક બ્રેક મારી રીક્ષા ઊભી રાખે! ઘણા વાહનચાલકોને ઉપર્યુક્ત સ્વાનુભવ હશે જ! પણ કોણ સમય બગાડે? રીક્ષાચાલક ભાઈઓને સમજાવવા વિનંતી.
સુરત - નેહા શાહ
હજી સુધી કોઈ ટિપ્પણી નથી. પ્રથમ ટિપ્પણી કરનાર બનો!