લગભગ 28 વર્ષ બાદ ભારતીય ક્રિકેટમાં એવો અનોખો સંયોગ જોવા મળી શકે છે, જ્યારે ટીમ ઇન્ડિયા એક જ દિવસે બે અલગ-અલગ દેશો સામે મેદાનમાં ઉતરે. એક તરફ ભારતીય ટીમ વેસ્ટઇન્ડીઝ સામે વનડે મેચ રમશે, જ્યારે બીજી તરફ એશિયન ગેમ્સની ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ થાય તો બીજી ભારતીય ટીમ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે. 3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક ખાસ દિવસ બની શકે છે. આ દિવસે ટીમ ઇન્ડિયાની મુખ્ય ટીમ વેસ્ટઇન્ડીઝ સામે વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમશે. આ મુકાબલો ન્યૂ ચંદીગઢના મુલ્લાંપુર ખાતે રમાવાનો છે. બીજી તરફ જાપાનમાં યોજાનારી 2026 એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમ પણ ભાગ લેશે. જો ભારતીય ટીમ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચશે, તો 3 ઓક્ટોબરે જ ગોલ્ડ મેડલ માટે મેદાનમાં ઉતરશે.
South Asians & Diaspora
No comments yet. Be the first to comment!