Posted on 25 September 2026 | અંકિત ત્રિવેદી | ગુજરાત, ફેશન

Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં 12મી સપ્ટેમ્બરથી પલટો આવ્યો છે. એક દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. આજે (14મી સપ્ટેમ્બર) પણ વહેલી સવારથી શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અને નોકરી-ધંધે જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધી મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. જેમાં સૌથી વધુ વટવામાં 5.61 ઈંચ અને લાંભામાં 5.53 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ડિજિટલ કેલેન્ડર ચૂંટો
છેલ્લા 8 કલાકમાં સાડા પાંચ ઈંચથી વધુ વરસાદ
અમદાવાદમાં આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીના 8 કલાક દરમિયાન મેઘરાજાએ મન મૂકીને બેટિંગ કરી છે. જેમાં સૌથી વધુ વટવામાં 5.61 ઈંચ અને લાંભામાં 5.53 ઈંચ વરસાદ ખાબક્યો છે.
•વટવા: 5.61 ઇંચ
•લાંભા: 5.53 ઇંચ
•બોપલ: 5.24 ઇંચ
•સરખેજ અર્બન હેલ્થ: 5.12 ઇંચ
•મક્તમપુરા: 4.92 ઇંચ
•જોધપુર ઝોનલ: 4.74 ઇંચ
•બાકરોલ: 4.74 ઇંચ
•બાકરોલ: 4.74 ઇંચ
•દુધેશ્વર: 4.63 ઇંચ
•જોધપુર: 4.47 ઇંચ
શેલામાં સ્કૂલ બસ પાણીમાં ફસાઈ
'મનીષ સિસોદિયા પર કોઈ આરોપ નથી લગાવ્યાં..' કોર્ટમાં CBIના દાવા સામે કેજરીવાલનો ઘટસ્ફોટ

અમદાવાદના શેલા વિસ્તારમાં ભરાયેલા ઘૂંટણસમા પાણીમાંથી પસાર થઈ રહેલી એકલવ્ય સ્કૂલની બસ અચાનક બંધ પડી ગઈ હતી. બસમાં ૨૦થી વધુ માસૂમ વિદ્યાર્થીઓ સવાર હોવાથી ભારે અફરાતફરી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ શાળાની બીજી બસ સ્થળ પર મોકલવામાં આવી હતી અને પાણી વચ્ચે જ તમામ બાળકોને સલામત રીતે બીજી બસમાં શિફ્ટ કરી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

ભારે વરસાદને પગલે શાળાઓ બંધ રાખવા અંગે સ્થાનિક સ્તરે નિર્ણય લેવા ડીઇઓનો આદેશ
અમદાવાદ શહેરમાં સતત પડી રહેલા ભારે વરસાદ અને વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને ધ્યાને રાખી શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની તમામ શાળાઓના સંચાલકોને સ્થાનિક સ્થિતિનું મૂલ્યાંકન કરી શૈક્ષણિક કામગીરી ચાલુ રાખવી કે બંધ રાખવી તે અંગે સ્વેચ્છાએ યોગ્ય નિર્ણય લેવા જણાવાયું છે. વિદ્યાર્થીઓ અને સ્ટાફની સલામતી જાળવી વાલીઓને સમયસર જાણ કરવા તાકીદ કરાઈ છે.

અમદાવાદમાં 6 કલાકમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જેમાં સૌથી વધુ વટવામાં 4.37ઈંચ અને લંભામાં 4.21 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
Comments
Loading comments...