Posted on 14 August 2026 | ભાવિન વ્યાસ | નેશનલ, બારડોલી

1. નામ, 2. પરિવારના વડા સાથેનો સંબંધ, 3. લિંગ, 4. જન્મ તારીખ, 5. ઉંમર, 6. વૈવાહિક સ્થિતિ, 7. જીવનસાથીનું નામ, 8. રાષ્ટ્રીયતા, 9. ધર્મ, 10. અનુસૂચિત જાતિ/જનજાતિ, 11. જાતિ અને ઉપજાતિ, 12. માતા-પિતાની વિગતો, 13. દિવ્યાંગતા, 14. માતૃભાષા, 15. અન્ય ભાષાનું જ્ઞાન, 16. સાક્ષરતા, 17. ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાત, 18. હાલમાં શિક્ષણ લઈ રહ્યા છો કે નહીં, 19. છેલ્લા એક વર્ષમાં કામ કર્યું કે નહીં, 20. મુખ્ય કામ, 21. વ્યવસાય, 22. ઉદ્યોગ/વેપાર/સેવા, 23. કામના સ્થળે પહોંચવાનું સાધન, 24. કામનું સ્થળ, 25. જન્મસ્થળ, 26. અગાઉનું રહેઠાણ, 27. હાલના સ્થળે રહેવાનો સમય, 28. સ્થળાંતરનું કારણ, 29. કાયમી રહેઠાણનું સરનામું, 30. જીવિત બાળકોની સંખ્યા, 31. છેલ્લા એક વર્ષમાં કરેલી આર્થિક પ્રવૃત્તિ, 32. આવક અને કામ સંબંધિત વિગતો, 33. પરિવારના સભ્યોની સંખ્યા, 34. પરિવારની સામાજિક-આર્થિક સ્થિતિ, 35. બેંક ખાતાની સંખ્યા, 36. મોબાઈલ નંબર, 37. આધાર નંબર, 38. વોટર આઈડી નંબર, 39. પાસપોર્ટ નંબર અને 40. કોવિડ-19ની રસી ક્યાંથી લીધી તેની માહિતી.
આ માહિતીના આધારે દેશની વસ્તીની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિનું વધુ સ્પષ્ટ ચિત્ર તૈયાર કરવામાં મદદ મળશે.
આ જનગણનામાં એકત્ર કરવામાં આવનારી માહિતી માત્ર વસ્તી ગણતરી પૂરતી મર્યાદિત નહીં રહે. તેમાં શિક્ષણ, રોજગાર, આવક, પરિવાર, રહેઠાણ, સામાજિક સ્થિતિ અને વિવિધ ઓળખ સંબંધિત માહિતી પણ સામેલ છે.
સરકાર આ આંકડાઓનો ઉપયોગ દેશના વિકાસ માટેની યોજનાઓ તૈયાર કરવામાં અને નાગરિકોની જરૂરિયાતોને સમજવામાં કરી શકે છે. હવે જનગણનાની આ નવી પ્રશ્નાવલીને લઈને લોકો પાસેથી કઈ માહિતી લેવામાં આવશે અને તેનો ઉપયોગ કેવી રીતે થશે તેના પર સૌની નજર રહેશે.
Comments
Loading comments...