पोस्ट किया गया ०५ સપ્ટેમ્બર, २०२६ | તારક મહેતા | વેપાર

ભારતમાં નોકરી કરતા લોકો માટે લાંબા કામના કલાકો અંગે ઘણીવાર ચર્ચા થતી રહે છે. હવે એક વૈશ્વિક અહેવાલે આ ચર્ચાને વધુ ગંભીર બનાવી છે. એડિપિ રિસર્ચના ‘પીપલ એટ વર્ક 2026’ અહેવાલ મુજબ ભારતમાં કર્મચારીઓ અન્ય સર્વે કરાયેલા દેશોની સરખામણીએ સૌથી વધુ અવેતન વધારાનું કામ કરે છે. ભારતમાં 24% કર્મચારીઓએ જણાવ્યું કે તેઓ દર અઠવાડિયે 16 કલાક કે તેથી વધુ સમય પગાર વિના કામ કરે છે.
દર 4માંથી 1 કર્મચારી 16 કલાકથી વધુ કામ કરે છે
અહેવાલના આંકડા મુજબ ભારતમાં 40% કર્મચારીઓ દર અઠવાડિયે 6થી 15 કલાક સુધીનું અવેતન કામ કરે છે. જ્યારે 24% કર્મચારીઓ અઠવાડિયામાં 16 કલાક કે તેથી વધુ સમય વધારાનું કામ કરે છે. એટલે કે ભારતમાં સર્વેમાં સામેલ લગભગ બે તૃતીયાંશ કર્મચારીઓ દર અઠવાડિયે ઓછામાં ઓછા 6 કલાકનું એવું કામ કરે છે, જેના બદલામાં તેમને વધારાનું વેતન મળતું નથી. અહીં અવેતન કામનો અર્થ નક્કી કરેલા કામના સમયથી આગળ કામ કરવું, જેમ કે રજાના દિવસે કામ કરવું, જમવાના સમય દરમિયાન કામ ચાલુ રાખવું અથવા ઓફિસનો સમય પૂરો થયા પછી પણ કામ કરવું થાય છે.
વિશ્વના સરેરાશ આંકડા કરતાં ભારત ઘણું આગળ
વૈશ્વિક સ્તરે સ્થિતિ ભારત કરતાં ઘણી અલગ છે. સર્વેમાં સામેલ કર્મચારીઓમાંથી 62% લોકોએ દર અઠવાડિયે 5 કલાક સુધીનું અવેતન કામ કરવાની વાત કહી હતી. 26% કર્મચારીઓ 6થી 15 કલાક અને માત્ર 12% કર્મચારીઓ 16 કલાક કે તેથી વધુ અવેતન કામ કરતા હોવાનું સામે આવ્યું. ભારતમાં 16 કલાકથી વધુ અવેતન કામ કરનારા કર્મચારીઓનો હિસ્સો 24% છે, જે વૈશ્વિક સરેરાશ 12% કરતાં બમણો છે. ભારત બાદ તુર્કીમાં 23%, ઓસ્ટ્રિયામાં 21% અને અમેરિકામાં 20% કર્મચારીઓએ અઠવાડિયે 16 કલાક કે તેથી વધુ અવેતન કામ કરવાની વાત કહી હતી.
યુવાનોમાં વધારાનું કામ વધુ
અહેવાલમાં ઉંમર પ્રમાણે પણ મોટો તફાવત જોવા મળ્યો છે. 18થી 26 વર્ષની ઉંમરના કર્મચારીઓમાં અવેતન વધારાનું કામ કરવાનું પ્રમાણ વધુ છે. આ વય જૂથના 31% કર્મચારીઓ દર અઠવાડિયે 6થી 15 કલાક વધારાનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. 27થી 39 વર્ષની ઉંમરના કર્મચારીઓમાં આ પ્રમાણ 29% હતું. બીજી તરફ 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના કર્મચારીઓમાં માત્ર 16% લોકોએ 6થી 15 કલાક અવેતન કામ કરવાની વાત કરી હતી. આ આંકડા દર્શાવે છે કે કારકિર્દીની શરૂઆત અને મધ્ય તબક્કામાં કામનો વધારાનો બોજ વધુ જોવા મળે છે.
મોટા હોદ્દા પર જવાબદારી સાથે કામના કલાકો પણ વધ્યા
અહેવાલમાં નોકરીના હોદ્દા અને વધારાના કામ વચ્ચે પણ સીધો સંબંધ જોવા મળ્યો છે. વરિષ્ઠ નેતાઓ અને ઉચ્ચ મેનેજરોમાંથી લગભગ અડધા લોકોએ દર અઠવાડિયે ઓછામાં ઓછા 6 કલાક અવેતન કામ કરવાની વાત કહી હતી. જ્યારે 20% વરિષ્ઠ અધિકારીઓએ 16 કલાક કે તેથી વધુ વધારાનું કામ કરવાનું જણાવ્યું. સામાન્ય કર્મચારીઓમાં આ પ્રમાણ ઓછું હતું. તેમ છતાં 26% સામાન્ય કર્મચારીઓએ 6 કલાક કે તેથી વધુ અવેતન કામ કરવાની વાત કહી હતી અને 9% લોકોએ 16 કલાકથી વધુ કામ કરવાની માહિતી આપી હતી.
ઘરેથી કામ કરતા કર્મચારીઓ પર પણ વધુ બોજ
ઘરેથી કામ કરવાની સુવિધા હોવા છતાં અવેતન કામનું પ્રમાણ ઓછું થાય છે એવું નથી. અહેવાલ મુજબ ઘરેથી કામ કરતા કર્મચારીઓમાં 35% લોકો દર અઠવાડિયે 6થી 15 કલાક અવેતન કામ કરતા હતા અને 13% લોકો 16 કલાક કે તેથી વધુ વધારાનું કામ કરતા હતા. તેની સરખામણીમાં સંપૂર્ણપણે ઓફિસમાંથી કામ કરતા કર્મચારીઓમાં 24% લોકો 6થી 15 કલાક અને 12% લોકો 16 કલાક કે તેથી વધુ અવેતન કામ કરતા હતા.
વધુ કામ એટલે વધુ ઉત્પાદન એવું નથી
टिप्पणियाँ
टिप्पणियाँ लोड हो रही हैं...