पोस्ट किया गया २४ સપ્ટેમ્બર, २०२६ | ચિરંતના ભટ્ટ | એન્ટરટેઇનમેન્ટ

સલમાનની કર્ણ બે ભાગમાંબનાવવામાં આવશે
મુંબઈ : રાકેશ ઓમપ્રકાશ મહેરા સલમાન ખાન સાથે તેમની મહત્વાકાંક્ષી ફિલ્મ 'કણ'ર્ બનાવવાના છે પણ તે પહેલાં તેઓ વિક્રાન્ત મેસ્સી સાથે એક નાનકડી લવસ્ટોરી બનાવવા માંગે છે. 'કર્ણ' પર પુરું ધ્યાન કેન્દ્રિત કરતાં પહેલાં નિર્દેશક રાકેશ મહેરા ૩૦ દિવસમાં આ ફિલ્મનું શૂટિંગ પુરી કરી નાંખવા માંગે છે.
વિક્રાન્ત મેસ્સીને હીરો તરીકે ચમકાવતી આ ફિલ્મ એક નાના શહેરમાં આકાર લેતી લવસ્ટોરી છે. 'કર્ણ'માં સલમાનખાન હીરો હોઇ આ ફિલ્મ મોટાપાયે બનાવવામાં આવશે. તે બે ભાગમાં બનવાની છે. ઓગસ્ટ ૨૦૨૭માં કર્ણનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. આમ, લગભગ એક વર્ષનો ગાળો હોઇ રાકેશ મહેરા તેનો ઉપયોગ લવસ્ટોરી બનાવવા માટે કરી લેવા માંગે છે.
टिप्पणियाँ
टिप्पणियाँ लोड हो रही हैं...