पोस्ट किया गया ०२ ઑક્ટોબર, २०२६ | હિમાંશુ શુક્લ | વિશ્વ

BRICS 2026 : આજે ભારતમાં BRICS દેશોના 18મા શિખર સંમેલનનું આયોજન થવા જઇ રહ્યું છે. પુતિન અને ઇરાનના પ્રમુખ પહેલાથી જ ભારતમાં આવી ચૂક્યા છે ત્યારે આજે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ ભારત આવી પહોંચશે. વડાપ્રધાન મોદી BRICS દેશોના જુદા જુદા પ્રમુખ સાથે બેઠક કરીને અનેક મહત્ત્વના કરારો કરી દુનિયાને મોટો સંદેશ આપવા જઇ રહ્યા છે. તો જાણી લો આજનો સંપૂર્ણ કાર્યક્રમ શું છે?
BRICS સમિટનો આજનો કાર્યક્રમ…
સવારે 10:00 વાગ્યે : વડાપ્રધાન મોદી હૈદરાબાદ હાઉસમાં ઇથિયોપિયાના વડાપ્રધાન અબિય અહમદ અલી સાથે મુલાકાત કરશે.
સવારે 10:30 વાગ્યે : વડાપ્રધાન મોદીની મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે બેઠક યોજાશે.
સવારે 11:00 વાગ્યે : અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલીદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે મુલાકાત થશે.
સવારે 11:30 વાગ્યે : વડાપ્રધાનની વિયેતનામના નેતા લે મિન્હ હંગ સાથે બેઠક યોજાશે. આ જ સમયે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ઇરાની સમકક્ષ મસૂદ પેઝેશ્કિયાન સાથે બેઠક યોજાશે.
બપોરે 2:00 વાગ્યે : BRICS શિખર સંમેલનના મુખ્ય કાર્યક્રમ અંતર્ગત BRICS સભ્ય દેશોના નેતાઓનું ભારત મંડપમના લેવલ 2 પર આગમન થશે. બપોરે 2:35 વાગ્યે સમિટ હોલમાં “Inclusive Global Governance and Strengthening Multilateralism” વિષય પર ક્લૉઝ સેશન યોજાશે.
સાંજે 4:25 વાગ્યે : નેતાઓ ભારત મંડપમના હોલ 14 માં 'Bharat Innovates Exhibition' નું અવલોકન કરશે. સાંજે 5:05 વાગ્યે ભારત મંડપમની બહારના લોનમાં ફેમિલી ફોટો થશે અને 5:10 વાગ્યે સંયુક્ત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.
સાંજે 5:45 વાગ્યે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક ભારત મંડપમમાં થશે.
રાત્રે 7:30 વાગ્યે : વડાપ્રધાનની યજમાનીમાં ભારત મંડપમના લેવલ 3 પર ગાલા ડિનરનું આયોજન કરવામાં આવશે.
Live Updates
12 Sep 2026 | 02:25 PM
પશ્ચિમ એશિયા સંકટ અને તેલ સપ્લાય રૂટ્સ પર ચાલી રહેલા ટકરાવ વચ્ચે BRICS ના વિસ્તૃત 11 સભ્ય દેશોને એક સમાન એજન્ડા પર લાવવા અત્યંત પડકારજનક હતા. શુક્રવારની રાતથી શરૂ થયેલી ચર્ચા શનિવારે સવારે 4 વાગ્યા સુધી અવિરત ચાલી હતી. ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈ વચ્ચેના પ્રાદેશિક સુરક્ષા સમીકરણો અને વૈશ્વિક શિપિંગ રૂટ્સ અંગેના દ્રષ્ટિકોણને સંતુલિત કરવામાં આવ્યા હતા. મામ સભ્ય દેશો સંયુક્ત ઘોષણાપત્રના ડ્રાફ્ટ પર સંમત થયા, જે વૈશ્વિક સ્તરે ભારતની મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે.
12 Sep 2026 | 02:24 PM
નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત અત્યાધુનિક ભારત મંડપમ ખાતે 18મી BRICS શિખર પરિષદના મહત્વના તબક્કાનો પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત મંડપમ પહોંચી ચૂક્યા છે અને બપોરે 2 વાગ્યાથી સભ્ય દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિમંડળોનું આગમન શરૂ થઈ ગયું છે. સમિટની ઔપચારિક બેઠકો શરૂ થાય તે પહેલાં જ ભારતીય કૂટનીતિએ એક મોટી સફળતા હાંસલ કરી છે.
12 Sep 2026 | 01:02 PM
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમેરિકાએ ફક્ત એમ વિચારીને અમારા પર હુમલો કર્યો કે તે શક્તિશાળી છે, અમે કોઈ ઉશ્કેરણી પણ નહોતી કરી. અમેરિકાને લાગ્યુ હતું કે તે વેનેઝુએલાની જેમ ઈરાનમાં પણ તેની સરકાર સ્થાપિત કરી દેશે. પરંતુ તેના ઈરાદા પર પાણી ફરી ગયું.
12 Sep 2026 | 11:47 AM
12 Sep 2026 | 11:26 AM
12 Sep 2026 | 10:53 AM
પીએમ મોદીએ હૈદરાબાદ હાઉસમાં મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહીમ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. બંને નેતાઓ ભારત અને મલેશિયા વચ્ચે સંબંધોને મજબૂત કરવા અને મહત્ત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સહમત થયા હતા.
12 Sep 2026 | 10:52 AM
12 Sep 2026 | 10:17 AM
વર્ષ 2026 માં ભારતની BRICS અધ્યક્ષતાનો મુખ્ય વિષય (Theme) "બિલ્ડિંગ ફોર રિસિલિયન્સ, ઈનોવેશન, કો-ઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી" રાખવામાં આવ્યો છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની "હ્યુમેનિટી ફર્સ્ટ" (માનવતા પ્રથમ) ની ભાવના પર આધારિત માનવ-કેન્દ્રિત દ્રષ્ટિકોણને દર્શાવે છે. આ શિખર પરિષદ દરમિયાન તમામ સભ્ય દેશોના નેતાઓ BRICS દેશો વચ્ચેની સામાજિક-આર્થિક પ્રાથમિકતાઓ પર પરસ્પર સહયોગ મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરશે તેમજ વિવિધ વૈશ્વિક અને પ્રાદેશિક મહત્વના મુદ્દાઓ પર પોતાના વિચારોનું આદાન-પ્રદાન કરશે.
12 Sep 2026 | 10:12 AM
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી 18મી BRICS શિખર પરિષદમાં ભાગ લેવા માટે આશરે સાત વર્ષ પછી ભારત આવવા રવાના થયા છે. ભારતની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ સમિટમાં રશિયાના પ્રમુખ પુતિન સહિત 12 દેશોના વડાઓ હાજરી આપી રહ્યા છે. આ પરિષદ દરમિયાન PM મોદી અને શી જિનપિંગ વચ્ચે મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક પણ યોજાશે, જેમાં ભારત-ચીન સરહદ વિવાદ (LAC) અને દ્વિપક્ષીય વેપાર જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.
टिप्पणियाँ
टिप्पणियाँ लोड हो रही हैं...