પ્રકાશિત ૦૫ ઑગસ્ટ, ૨૦૨૬ | મયુર પટેલ | નેશનલ, એન્ટરટેઇનમેન્ટ, નવસારી

Nagchandreshwar Temple Ujjain: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું પ્રસિદ્ધ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ પોતાનામાં અનેક રહસ્યો અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ જ મંદિરના ત્રીજા માળે સ્થિત છે ભગવાન નાગચંદ્રેશ્વરનું અદભુત મંદિર. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેના કપાટ આખા વર્ષ દરમિયાન બંધ રહે છે અને માત્ર વર્ષમાં એક જ વાર એટલે કે નાગપંચમીના દિવસે 24 કલાક માટે જ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવે છે.
આ વર્ષે ક્યારે અને કઈ તારીખે ખુલશે શ્રી નાગચંદ્રેશ્વર મંદિર?
નાગચંદ્રેશ્વર મંદિરમાં 11મી સદીની એક અત્યંત દુર્લભ અને અદભુત મૂર્તિ સ્થાપિત છે, જેમાં ભગવાન શિવ અને માતા પાર્વતી દસ ફેણવાળા શેષનાગના આસન પર બિરાજમાન છે. વિશ્વભરમાં આ માત્ર એકમાત્ર એવું ધામ છે જ્યાં શિવજી નાગશય્યા પર બિરાજમાન હોય. વૈદિક પંચાંગ અનુસાર, આ વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિ 16 ઓગસ્ટે સાંજે 04:52 વાગ્યાથી શરૂ થશે અને આ તિથિનું સમાપન 17 ઓગસ્ટે સાંજે 5:00 વાગ્યે થશે. પંચમીનો સૂર્યોદય 17 ઓગસ્ટે થશે, તેથી નાગપંચમી 17 ઓગસ્ટ ને સોમવારના રોજ છે, તેથી નાગચંદ્રેશ્વર મંદિર 17 ઓગસ્ટે ખુલશે.
ટિપ્પણીઓ
ટિપ્પણીઓ લોડ થઈ રહી છે...