पोस्ट किया गया २९ ઑગસ્ટ, २०२६ | શ્રેયસ યાદવ | ગુજરાત, અમદાવાદ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા વિસ્તારમાં આવેલા ચેનપુર રોડ પર રાત્રીના સમયે અચાનક દીપડો આવી ચડતાં વાહનચાલકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રોડ ક્રોસ કરી રહેલા દીપડાને જોઈને ત્યાંથી પસાર થઈ રહેલા એક જાગૃત વાહનચાલકે પોતાના મોબાઈલ ફોનમાં આ દ્રશ્યો કેદ કરી લીધા હતા. મોબાઈલમાં કેદ થયેલો આ દીપડાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને દહેશતનો માહોલ સર્જાયો છે.
ચેનપુર રોડ પર અચાનક દીપડો આવી જતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. આ વિસ્તાર માનવ વસ્તીની નજીક આવેલો હોવાથી દીપડાની મુક્ત લટારથી સ્થાનિક રહીશોમાં પણ ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દીપડાના આંટાફેરા સતત વધી રહ્યા હોવાનું સ્થાનિકોનું કહેવું છે, જેના કારણે રાત્રિના સમયે ઘરની બહાર નીકળવું કે રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે.
નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને સ્થાનિક લોકો દ્વારા વન વિભાગ સમક્ષ તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં ભરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. વિસ્તારમાં વ્યાપેલા ભયના વાતાવરણને દૂર કરવા માટે વન વિભાગ પાંજરૂ મૂકીને આ દીપડાને વહેલી તકે ઝડપી પાડે અને તેને કોઈ સુરક્ષિત જંગલ વિસ્તારમાં ખસેડે તેવી માંગ બળવત્તર બની છે.
આ પણ વાંચો : Bhavnagar News : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં ઘોર બેદરકારી, વિતરણ કરાઈ એક્સપાયર થયેલી તુવેરદાળ અને ચણા
टिप्पणियाँ
टिप्पणियाँ लोड हो रही हैं...