પ્રકાશિત ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ | શરદ જોશી | સ્પોર્ટ્સ

Vaibhav Suryavanshi Duleep Trophy Record: દુલીપ ટ્રોફીના સેમિફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ સોમવારે અડધી સદી ફટકારીને વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. તે હવે દુલીપ ટ્રોફીમાં અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. વૈભવે 15 વર્ષ અને 157 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. આ પહેલાં આ રેકોર્ડ લક્ષ્મણ સિંહના નામે હતો, જેણે 1969માં 16 વર્ષ અને 23 દિવસની ઉંમરે અડધી સદી ફટકારી હતી. એટલે કે વૈભવે 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
વૈભવ સૂર્યવંશીની 92 રનની ઈનિંગ
વૈભવ પોતાની પ્રથમ ફર્સ્ટ ક્લાસ સદી તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો. અને જે રીતે તે રમી રહ્યો હતો, તે જોઈને તેની સદી નિશ્ચિત લાગી રહી હતી. પરંતુ હર્ષ દુબેના બોલ પર છગ્ગો મારતી વખતે તે 92 રન બનાવીને આઉટ થઈ ગયો. ડીપ મિડવિકેટ પર એકમાત્ર ફિલ્ડર અરશદ ખાને એક સરળ કેચ પકડ્યો. આમ વૈભવે 81 બોલની પોતાની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા.
બેંગલુરુના સેન્ટ્રલ ઓફ એક્સેલન્સ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી પહેલી સેમિફાઈનલમાં ઈસ્ટ ઝોન માટે ઓપનિંગ કરતા વૈભવે સેન્ટ્રલ ઝોન સામે 42 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ઈસ્ટ ઝોનના વાઈસ કેપ્ટન વૈભવે ઓફ સ્પિનર સારાંશ જૈનના બોલ પર છગ્ગો ફટકારીને પોતાની ફિફ્ટી પૂર્ણ કરી હતી. સારાંશે તાજેતરમાં જ શ્રીલંકા સામે કોલંબો ટેસ્ટમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે વૈભવ બે રન પર રમી રહ્યો હતો ત્યારે યશ રાઠોડે સારાંશના બોલિંગ પર એક સરળ કેચ છોડી દીધો હતો.
'મનીષ સિસોદિયા પર કોઈ આરોપ નથી લગાવ્યાં..' કોર્ટમાં CBIના દાવા સામે કેજરીવાલનો ઘટસ્ફોટ
સૂર્યવંશીની બીજી ફર્સ્ટ ક્લાસ અડધી સદી
આ વૈભવ સૂર્યવંશીની બીજી ફર્સ્ટ ક્લાસ અડધી સદી છે. તેની આ પહેલાની અડધી સદી ગત રણજી ટ્રોફી સીઝનમાં મેઘાલય સામે આવી હતી, જે તેણે ફક્ત 33 બોલમાં પૂર્ણ કરી હતી. 15 વર્ષીય ખેલાડીએ ફક્ત 42 બોલમાં 50 રન બનાવ્યા હતા અને આ સાથે અભિમન્યુ ઈશ્વરન સાથે તેની ઓપનિંગ વિકેટ પાર્ટનરશિપને 100 રન સુધી પહોંચાડવામાં પણ મદદ કરી હતી. સૂર્યવંશીનું પ્રદર્શન નોર્થ ઈસ્ટ ઝોન સામેના પ્રથમ રાઉન્ડની મેચમાં ફ્લોપ રહ્યું હતું, કારણ કે તે ઈસ્ટ ઝોનની એકમાત્ર ઈનિંગમાં ફક્ત 8 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
ટિપ્પણીઓ
ટિપ્પણીઓ લોડ થઈ રહી છે...