પ્રકાશિત ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ | શરદ જોશી | ઓપિનિયન

8th Pay Commission updates: કેન્દ્રીય કર્મચારીઓ હાલમાં મુખ્યત્વે બે મોટી બાબતોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેમાં પ્રથમ છે આઠમું પગાર પંચ (8th Pay Commission) અને બીજું છે આ વર્ષે જુલાઈ 2026 માટે મોંઘવારી ભથ્થામાં થનારો વધારો (DA Hike), જેને લઈને વિવિધ અહેવાલોમાં મોટા અંદાજો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં સરકારે મોંઘવારી ભથ્થું વધારીને 60 ટકા કર્યું હતું, જ્યારે હવે વર્ષનો બીજો ડીએ વધારો દિવાળી પહેલા મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરીને તેને 64 ટકા સુધી પહોંચાડી શકે છે. જો આવું થાય છે, તો કર્મચારીઓના હાથમાં આવતી સેલેરીમાં જોરદાર ઉછાળો જોવા મળશે.
જાન્યુઆરીમાં 2% ડીએ વધારો, હવે કેટલો થશે?
સરકાર વર્ષમાં બે વાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે, જેમાંથી પહેલો વધારો જાન્યુઆરીમાં અને બીજો જુલાઈમાં કરવામાં આવે છે. વર્ષ 2026ના પહેલા ડીએ વધારાની વાત કરીએ તો, સરકારે કર્મચારીઓને મળતા 58 ટકા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરીને તેને 60 ટકા કર્યો હતો, જે 1 જાન્યુઆરીથી લાગુ થયો હતો. હવે જુલાઈ મહિના માટે તેને વધારીને 64 ટકા સુધી કરવામાં આવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, જે 1 જુલાઈથી અમલી બનશે.
3થી 4 ટકા સુધી વધી શકે છે ડીએ
'મનીષ સિસોદિયા પર કોઈ આરોપ નથી લગાવ્યાં..' કોર્ટમાં CBIના દાવા સામે કેજરીવાલનો ઘટસ્ફોટ
સરકાર તરફથી વર્ષનો પહેલો ડીએ વધારો જાન્યુઆરી-જૂન માટે અને બીજો જુલાઈ-ડિસેમ્બર ટર્મ માટે હોય છે. તેને ઔદ્યોગિક કામદારો માટેના અખિલ ભારતીય ગ્રાહક ભાવાંક (AICPI-IW)ના આધારે નક્કી કરવામાં આવે છે. જોકે, સરકાર તરફથી જુલાઈના ડીએ વધારાને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ અહેવાલો મુજબ હાલના AICPI-IWના આધારે મોંઘવારી ભથ્થામાં અંદાજે 3કે 4 ટકાનો વધારો થઈ શકે છે.
સેલેરી હાઇકનું આખું ગણિત
જુલાઈ ડીએ વધારા માટે સરકાર તરફથી હજુ સુધી કોઈ ફેરફારની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જો અપેક્ષા મુજબ તેને 60 ટકાથી વધારીને 64 ટકા કરવામાં આવે, તો કેન્દ્રીય કર્મચારીઓની સેલેરીમાં થનારા વધારાની ગણતરી નીચે મુજબ હોઈ શકે છે:
જો લેવલ-1ના કર્મચારીનો બેઝિક પે 18,000 રૂપિયા હોય, તો અત્યાર સુધી મળતું 10,800 રૂપિયાનું ડીએ 64 ટકાના હિસાબે સીધું વધીને 11,520 રૂપિયા થઈ જશે.
આ જ રીતે, 25,500 રૂપિયા બેઝિક પે વાળા કર્મચારીઓનું ડીએ 15,300 રૂપિયાની જગ્યાએ 16,320 રૂપિયા થઈ જશે.
35,400 રૂપિયા બેઝિક પે પર તે 21,240 રૂપિયાથી વધીને 22,656 રૂપિયા અને 44,000 રૂપિયા બેઝિક પે પર 26,940 રૂપિયાથી સીધું 28,736 રૂપિયા થઈ જશે.
આઠમા પગાર પંચને લઈને શું છે અપડેટ?
ડીએ વધારાની સાથેસાથે જો આઠમા પગાર પંચ અંગેના આગામી અપડેટ્સની વાત કરીએ, તો તેને લઈને પરામર્શ બેઠકોનો સિલસિલો સતત ચાલુ છે. આયોગ સમક્ષ આવી રહેલી માંગણીઓમાં ફિટમેન્ટ ફેક્ટરને 2.57થી વધારીને 3.83 કરવાની માંગ સામેલ છે. જો સરકાર કર્મચારી યુનિયનોની આ માંગ સ્વીકારી લે છે, તો કર્મચારીઓના પગારમાં ભારે વધારો જોવા મળી શકે છે.
ટિપ્પણીઓ
ટિપ્પણીઓ લોડ થઈ રહી છે...