ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. આ ફેરબદલમાં વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા ૬ તાલુકા વિકાસ અધિકારીઓ (TDO) ની તાત્કાલિક અસરથી બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. આ બદલી ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2ના અધિકારીઓની કરવામાં આવી છે. આ ફેરબદલથી વહીવટી કાર્યક્ષમતા વધારવાનો હેતુ છે. વિવિધ જિલ્લાઓમાં નવા TDOની નિમણૂક કરવામાં આવી છે અને તેઓ તાત્કાલિક અસરથી તેમની નવી પોસ્ટિંગ પર કાર્યભાર સંભાળશે.
ચર્ચાપત્રકમલેશ પટેલ, સુરત.