મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અને 'કોકરોચ આંદોલન'ને પગલે સર્જાયેલી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસે જંતર-મંતરને વિરોધ પ્રદર્શનના સત્તાવાર સ્થળ તરીકે ડી-નોટિફાય (રદ) કરી દીધું છે. દિલ્હી પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા નવા આદેશ અનુસાર, હવે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો અને ધરણાં માટે ત્રણ નવાં સ્થળો - રામલીલા મેદાન (સેન્ટ્રલ દિલ્હી), સીબીડી ગ્રાઉન્ડ (ઈસ્ટ દિલ્હી) અને બુરાડી ગ્રાઉન્ડ (નોર્થ દિલ્હી) નક્કી કરવામાં આવ્યા છે. લ્યુટીયન્સ દિલ્હીમાં ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા જાળવવા તેમજ શાંતિપૂર્ણ પ્રદર્શનો માટે પૂરતી સુવિધાઓ મળી રહે તે હેતુથી સુપ્રીમ કોર્ટની સૂચના બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.