હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026 અનુસાર, બૌલીવુડ કિંગ શાહરુખ ખાનની સંપત્તિમાં એક વર્ષમાં રૂ. 2,490 કરોડનો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ પણ રૂ. 10,000 કરોડની નેટવર્થ સાથે શાહરુખ ખાન ભારતના સૌથી શ્રીમંત સેલેબ્સમાં ટોચના સ્થાને યથાવત છે. તેમની આ કમાણીમાં ફિલ્મો ઉપરાંત રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) જેવી સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝીની મોટી હિસ્સેદારી સામેલ છે.