છેલ્લા ચાર દિવસમાં ભારતીય બુલિયન માર્કેટમાં ચાંદીના ભાવમાં ₹7,000 અને સોનામાં ₹2,500 સુધીનો મોટો ઘટાડો નોંધાયો છે. સોના-ચાંદીના ભાવ ગગડતાં રોકાણકારો અને ખરીદદારોમાં 'ખરીદી કરવી કે હજુ ભાવ ઘટવાની રાહ જોવી' તેને લઈને મૂંઝવણ ઊભી થઈ છે. નિષ્ણાતોના મતે વૈશ્વિક આર્થિક પરિબળો, ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી અને પ્રોફિટ બુકિંગના કારણે આ ઘટાડો જોવા મળ્યો છે.